કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)

Vibha Mahendra Champaneri
Vibha Mahendra Champaneri @cook_25058245
Ahmedabad

કાજુ એક શુષ્ક ફળ છે. બદામની જેમ કાજુનું પણ સેવન કરવું જોઈએ. કાજુમાં સારા પ્રમાણમાં પોષક અને પોષણ તત્વો જોવા મળે છે. કાજુનો ઉપયોગ મિઠાઈ બનાવવા માટે વધુ થાય છે. જોકે હવે કાજુનો ઉપયોગ જુદા-જુદા પંજાબી શાક
બનાવવા માટે થાય છે. મેં આજે કાજુ મસાલા બનાવ્યું છે. એની રેશિપી તમારી સાથે શૅર કરું છું.
#EB

કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)

કાજુ એક શુષ્ક ફળ છે. બદામની જેમ કાજુનું પણ સેવન કરવું જોઈએ. કાજુમાં સારા પ્રમાણમાં પોષક અને પોષણ તત્વો જોવા મળે છે. કાજુનો ઉપયોગ મિઠાઈ બનાવવા માટે વધુ થાય છે. જોકે હવે કાજુનો ઉપયોગ જુદા-જુદા પંજાબી શાક
બનાવવા માટે થાય છે. મેં આજે કાજુ મસાલા બનાવ્યું છે. એની રેશિપી તમારી સાથે શૅર કરું છું.
#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25-30 મિનીટ
2 વ્યક્તિ
  1. 100 ગ્રામઆખા કાજુ
  2. 2 નંગકા
  3. 2 નંગટામેટાં
  4. 6-7કળી લસણ
  5. 3-4ચમચા તેલ
  6. 1/2 ચમચી હળદર
  7. 2 ચમચીલાલ મરચું પાઉડર
  8. 1 ચમચીગરમ મસાલો
  9. 1 ચમચીકસુરી મેથી
  10. સ્વાદમુજબ મીઠું
  11. 2ચમચા મલાઈ
  12. 1/2 ચમચી જીરું
  13. 1તમાલપત્ર
  14. 3 નંગલવિંગ
  15. 2 નંગતજ
  16. 2લાલ આખા મરચાં
  17. 1/2 વાટકી જેટલું પાણી

રાંધવાની સૂચનાઓ

25-30 મિનીટ
  1. 1

    એક કઢાઈમાં 2 ચમચા જેટલું તેલ ઞરમ કરી એમાં કાજુ ઉમેરી એને ધીમા તાપે ગુલાબી રંગના તળીને બાજુ પર રાખો.

  2. 2

    હવે લસણની કળીને છોલી લો. કાંદા તથા ટામેટાંને મોટા સમારી લો. કાજુ તળેલા તેલમાં બીજું થોડું તેલ ઉમેરો પછી એમાં કાંદા-લસણ નાંખી બરાબર સાંતળો. એકદમ ગુલાબી રંગના થાય પછી એમાં ટામેટાં ઉમેરો. ટામેટાં થોડા નરમ થાય પછી ગૅસ બંધ કરી એને ઠંડા પડવા દો.

  3. 3

    પછી ઠંડા પડેલા કાંદા-ટામેટાંને મિક્સરમાં ક્રશ કરી લો.હવે એક કઢાઈમાં તેલ મૂકી એમાં જીરું નાંખી તજ,લવિંગ, તમાલપત્ર તથા લાલ આખા મરચાં નાંખી પછી એમાં ક્રશ કરેલી ગ્રેવી ઉમેરી એને સાંતળો.

  4. 4

    ગ્રેવી સંતળાઈ જાય અને થોડું તેલ છૂટું પડે એટલે એમાં બધા મસાલા તથા કસુરી મેથી ઉમેરો. પછી એમાં મલાઈ ઉમેરી દો.

  5. 5

    આ મિશ્રણને હલાવી એમાં થોડું પાણી ઉમેરી એમાં તળેલા કાજુ ઉમેરી ફરીવાર હલાવી લો. પછી એને ગરમાગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vibha Mahendra Champaneri
પર
Ahmedabad

ટિપ્પણીઓ (14)

Similar Recipes