દહીં સેવ પૂરી (Dahi Sev Poori Recipe In Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina

લગભગ બધાં ચાટ જીભ ને ગમી જાય તેવાં સ્વાદ ધરાવતાં હોય છે.તે આપણાં રોજ નાં મસાલા વડે તૈયાર કરવામાં આવે છે.સંચળ અને આમચુર પાઉડર નો વપરાશ છૂટ થી કરવા માં આવે છે.

દહીં સેવ પૂરી (Dahi Sev Poori Recipe In Gujarati)

લગભગ બધાં ચાટ જીભ ને ગમી જાય તેવાં સ્વાદ ધરાવતાં હોય છે.તે આપણાં રોજ નાં મસાલા વડે તૈયાર કરવામાં આવે છે.સંચળ અને આમચુર પાઉડર નો વપરાશ છૂટ થી કરવા માં આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
6 સર્વિંગ્સ
  1. 40-50 નંગપાણી પૂરી ની પૂરી
  2. 250 ગ્રામબટાકા (બાફેલા)
  3. 2 કપગળ્યું દહીં
  4. 1 કપખજૂર આંબલી ની ચટણી
  5. 1/2 કપદાડમ નાં દાણા
  6. 1 કપકોથમીર-મરચાં ની ચટણી
  7. 2 નંગડુંગળી (ઝીણી સમારેલી)
  8. 2 કપફુદીના નું તીખું પાણી
  9. 2 ચમચીશેકેલાં જીરા પાઉડર
  10. 1 ચમચીલાલ મરચું પાઉડર
  11. 1 ચમચીસંચળ પાઉડર
  12. 2 કપઝીણી સેવ
  13. 1/2 કપતળેલાં શીંગદાણા
  14. 1/2 કપકોથમીર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બાફેલાં બટાકા નાં પીસ કરી તેમાં મીઠું, સંચળ,લાલ મરચું નાખી મિક્સ કરો.

  2. 2

    દહીં માં ખાંડ અને મીઠું નાખી મિક્સ કરી વ્હીકર ની મદદ થી હલાવવું.

  3. 3

    કોથમીર,ખજૂર-આંબલી ની ચટણી અને ફુદીના નું ઘટ્ટ પાણી તૈયાર કરવું.

  4. 4

    પૂરી ની અંદર કાણું પાડી તેમાં બટાકા,બધી ચટણી, ડુંગળી, તળેલાં શીંગદાણા,દહીં, સેવ,કોથમીર, દાડમ છાંટી તરત જ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

ટિપ્પણીઓ (10)

Similar Recipes