આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)

 Dr Chhaya Takvani
Dr Chhaya Takvani @chhaya_67
Junagadh

#EB
#week4
ઘણા વર્ષોથી આ મસાલો હું મારા સાસુ ની પાસેથી શીખી ને બનાવું છું .
બધા જ એક્સટેન્ડેડ ફેમિલીમાં પણ આ મસાલો બધાને ખૂબ ભાવે છે તમે પણ ટ્રાય કરજો..

આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)

#EB
#week4
ઘણા વર્ષોથી આ મસાલો હું મારા સાસુ ની પાસેથી શીખી ને બનાવું છું .
બધા જ એક્સટેન્ડેડ ફેમિલીમાં પણ આ મસાલો બધાને ખૂબ ભાવે છે તમે પણ ટ્રાય કરજો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પંદર મિનિટ
ચાર લોકો
  1. 3 વાડકીરાઈના કુરિયા
  2. 1 વાટકીમેથીના કુરિયા
  3. 1 વાટકીકાશ્મીરી મરચું
  4. 1 વાટકીમીઠું
  5. ૧ ચમચો હિંગ
  6. 7લાલ સુકા મરચા
  7. 1 ચમચીહળદર
  8. 500 મી.લી .સીંગતેલ
  9. 2ચમચા વરિયાળીનો ભૂકો

રાંધવાની સૂચનાઓ

પંદર મિનિટ
  1. 1

    સૌપ્રથમ તેલને ગરમ કરી લેવુ

  2. 2

    હવે એક વાસણમાં પહેલા વચ્ચે હીંગ મૂકવી તેના પર સુકા મરચા મૂકી દેવા.

  3. 3

    ત્યાર પછી હિંગની ઠગલી ની ફરતી મેથીના કુરિયા ને પાથરી દૅવાના

  4. 4

    મેથીના કુરિયા ની ફરતે રાયના કુરિયા પાથરવા

  5. 5

    હવે હૂંફાળા તેલને કુરીયા અને હિંગ ઉપર રેડી દેવું

  6. 6

    ઠંડું પડી જાય પછી મીઠું અને મરચું ભેળવી હલાવી દેવું

  7. 7

    હળદર અને વરિયાળી ભેળવી મસાલાને સરસ હલાવી ઢાંકી દેવું

  8. 8

    બે દિવસ વાસણમાં રાખી વચ્ચે-વચ્ચે હલાવતા રહેવું. આચાર મસાલો તૈયાર છે.જરૂરિયાત મુજબ વાપરવાનું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
 Dr Chhaya Takvani
Dr Chhaya Takvani @chhaya_67
પર
Junagadh

ટિપ્પણીઓ (6)

Similar Recipes