ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)

 Bhumi Rathod Ramani
Bhumi Rathod Ramani @BHUMI_211

ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30-35 મીનીટ
4-5 લોકો માટે
  1. ઢોકળી નો લોટ બાંધવા માટે
  2. 1 કપબેસન
  3. 1 ટેબલ સ્પૂનઆદું મરચા લસણ ની પેસ્ટ
  4. 1 ટી સ્પૂનગરમ મસાલો
  5. 1 ટી સ્પૂનલાલ મરચુ પાઉડર
  6. 1/2 ટી સ્પૂનહળદર
  7. 1/2 ટી સ્પૂનધાણાજીરૂ પાઉડર
  8. 1 ટેબલ સ્પૂનખાંડ
  9. 1/2લીંબુ નો રસ
  10. 2 ટેબલ સ્પૂનલીલા ધાણા
  11. મીઠું સ્વાદ મુજબ
  12. 1 ટી સ્પૂનતેલ
  13. શાક માટે
  14. 250 ગ્રામગુવાર
  15. 2 ટેબલ સ્પૂનતેલ
  16. 1 ટી સ્પૂનરાઈ જીરૂ
  17. 1 ટેબલ સ્પૂનઆદું મરચા લસણ ની પેસ્ટ
  18. 2ટામેટા સમારેલા
  19. 1 ટેબલ સ્પૂનલાલ મરચુ પાઉડર
  20. 1 ટી સ્પૂનહળદર
  21. 1 ટેબલ સ્પૂનધાણાજીરૂ પાઉડર
  22. 1 ટેબલ સ્પૂનખાંડ
  23. મીઠું સ્વાદ મુજબ
  24. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

30-35 મીનીટ
  1. 1

    સૌપ્રથમ એક કૂકર મા ગુવાર ના કટકા કરી એક વીસલ કરી બાફી લો.

  2. 2

    હવે એક બાઉલ મા બેસન, આદું મરચા લસણ ની પેસ્ટ, ખાંડ, લીંબુ, તેલ અને બધા મસાલા એડ કરી ઢોકળી માટે લોટ બાંધી લો.
    પછી તેમાથી નાની ઢોકળી બનાવી લેવી.

  3. 3

    હવે એક પેન મા તેલ લઈ, તેલ ગરમ થાય એટલે તેમા રાઈ જીરૂ એડ કરવા. પછી ટામેટા અને આદું મરચા લસણ ની પેસ્ટ એડ કરી સાંતડી લો. પછી બધા મસાલા એડ કરી 1-2 મીનીટ સાંતડો.

  4. 4

    હવે સાંતડેલા ટામેટા મા બાફેલ ગુવાર અને તૈયાર કરેલ ઢોકળી એડ કરી બધુ મીક્ષ કરી લો. જરૂર મુજબ પાણી એડ કરી 10-15 મીનીટ ઢાંકીને બોઇલ થવા દો.

  5. 5

    તૈયાર કરેલ શાક ને સર્વ કરો

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
 Bhumi Rathod Ramani
પર

ટિપ્પણીઓ

Similar Recipes