ગુવારનું શાક (Guvar Shak Recipe In Gujarati)

Bhoomi Harshal Joshi
Bhoomi Harshal Joshi @BHJ301112

#EB
Week 5
ઉનાળાની સિઝનમાં ગુવાર અને ભીંડો સારો આવે અને કેરી ના રસસાથે આ બંને શાક ભાવે પણ ખરા પરંતુ મને પહેલેથી ગુવાર ના શાક જોડે રોટલી કરતા જુવાર કે બાજરી નો રોટલો વધુ પસંદ આવે આજે પણ જુવારના રોટલા સાથે જ આ શાક ની રેસીપી શેર કરી છે.

ગુવારનું શાક (Guvar Shak Recipe In Gujarati)

#EB
Week 5
ઉનાળાની સિઝનમાં ગુવાર અને ભીંડો સારો આવે અને કેરી ના રસસાથે આ બંને શાક ભાવે પણ ખરા પરંતુ મને પહેલેથી ગુવાર ના શાક જોડે રોટલી કરતા જુવાર કે બાજરી નો રોટલો વધુ પસંદ આવે આજે પણ જુવારના રોટલા સાથે જ આ શાક ની રેસીપી શેર કરી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
૫ થી ૬
  1. 500 ગ્રામગુવાર
  2. જરૂરિયાત મુજબ તેલ
  3. અજમો સ્વાદાનુસાર
  4. 1સમારેલુ ટામેટું
  5. મીઠું
  6. 1/2 ચમચીહળદર
  7. 1/4 ચમચી લાલ મરચું પાઉડર
  8. 1 ચમચી ધાણાજીરું
  9. ગોળ જરૂરિયાત મુજબ
  10. 1 ચમચીલસણની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ગુવાર ના ટુકડા કરી લો અને ટામેટું પણ સમારી લો

  2. 2

    સૌ પ્રથમ એક કૂકરમાં તેલ મૂકી તે ગરમ થાય એટલે ચપટીભર અજમો હિંગ અને લસણની પેસ્ટ મૂકી ટામેટાં નો વઘાર કરો

  3. 3

    ટામેટાં ચડી જાય એટલે તેમાં મીઠું હળદર લાલ મરચું પાઉડર અને ગોળ નાખી સારી રીતે ચલાવવું અને ત્યારબાદ તેમાં ગુવાર ના ટુકડા નાખી થોડી વાર હલાવવું

  4. 4

    બધો જ મસાલો ગુવારમાં સારી રીતે મિક્સ થઇ જાય પછી થોડું પાણી ઉમેરી કુકર બંધ કરી ત્રણથી ચાર સીટી વગાડી દો

  5. 5

    કૂકર ઠંડું પડે એટલે ખોલીને જુઓ ગુવારનું લસણ વાળું શાક તૈયાર પછી તે ગરમાગરમ રોટલી ભાખરી કે રોટલી સાથે પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhoomi Harshal Joshi
પર

Similar Recipes