વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)

Monils_2612
Monils_2612 @cook_25960279
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
3 વ્યક્તિ
  1. 2બાજરાનો રોટલો બનાવેલો
  2. 1 વાટકો દહીં
  3. 1 વાટકોછાશ
  4. 1 નંગડુંગળી
  5. 1 નંગટોમેટો
  6. 4- 6લીમડો
  7. 2લીલા મરચા
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. 1/4 ચમચીરાઈ, જીરું
  10. 1/2 ચમચીધાણાજીરૂ
  11. 1/4 ચમચીહળદર
  12. 1 ચમચીલસણ ની ચટણી
  13. કોથમીર
  14. જરૂરિયાત મુજબ ખાંડ
  15. 2 મોટા ચમચાતેલ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ રોટલાને આપણે જ્યારે વધારવો હોય ત્યારે થોડોક એટલે કે 4થી5 કલાક બનાવી રાખવો જેથી કરીને ઠંડો થઈ જાય ત્યારબાદ ટામેટાં, ડુંગળી, લીલા મરચું બધું તૈયાર રાખવો.

  2. 2

    ત્યારબાદ એક વાસણમાં તેલ ગરમ કરવા મુકો પછી તેમાં રાઈ, જીરું, હિંગ ઉમેરી ડુંગળી ટામેટાં અને લીલા મરચા લીમડો ઉમેરો. તેમાં મીઠું નાખો.

  3. 3

    પછી તેને બરાબર સાંતળો પછી તેને બરાબર સાંતળો.

  4. 4

    હવે તેમાં થોડી હળદર, લસણ વાળી ચટણી, ધાણા પાઉડર ઉમેરો તે બરાબર મિક્સ થઈ ગયા પછી તેમાં છાશ ઉમેરો, કંઈ થોડું દહીં ઉમેરો તેને સતત હલાવતા રહેવું

  5. 5

    તે બરાબર પકડી જાય પછી રોટલાના મીડીયમ કટકા કરવા અને આ ઊકળતી છાશમા ઉમેરો પછી જો જરૂરિયાત લાગે તો ખાંડ અને દહીં ઉમેરતા રહેવું. તો તૈયાર થઈ ગયો છે વઘારેલો રોટલો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Monils_2612
Monils_2612 @cook_25960279
પર
Rajkot

Similar Recipes