કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)

Neeti Patel
Neeti Patel @Neeti3699
Vadodara

#EB
#week8
#cookpadgujarati
ચોમાસા માં જ્યારે વરસાદ પડે ત્યારે કોર્ન અને કોર્ન થી બનતી ચટપટી ભેળ ખવાની ખૂબ મજા આવતી હોય છે.. ઘરે જ આ ભેળ બનાવવી ખૂબ સરળ છે અને જલ્દી પણ બનતી હોય છે. ચીઝ નાંખી ને બનતી આ ભેળ બાળકો ને પણ ખૂબ મજા આવે એવી હોય છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

15 મિનિટ
4 વ્યકિત
  1. 2 કપઅમેરિકન મકાઈ
  2. 1 ટી સ્પૂનખાંડ
  3. 1/4 ટી સ્પૂનહળદર
  4. 2ઝીણી સમારેલી ડુંગળી
  5. 1ઝીણું સમારેલું ટામેટું
  6. 1ઝીણું સમારેલું કેપ્સીકમ
  7. 1દાડમ ના દાણા
  8. 1ઝીણું સમારેલું લીલું મરચું
  9. 1ઝીણી સમારેલી કાકડી
  10. 1/2 ટેબલ સ્પૂનચાટ મસાલો
  11. 1 ટેબલ સ્પૂનસીઝવાન ચટણી
  12. મીઠું સ્વાદાનુસાર
  13. 1 ટેબલ સ્પૂનપીગળેલુ બટર
  14. 3/4 કપલીલા ધાણા ઝીણા સમારેલા
  15. 1લીંબુ નો રસ
  16. 6-7નાચોઝ ચિપ્સ
  17. ગાર્નિશ માટે
  18. 2ક્યૂબ ચીઝ છીણેલી
  19. ઝીણી બેસન સેવ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ અમેરિકન મકાઈ ના દાણા કાઢી ને કુકર માં ખાંડ અને હળદર નાખી 3 થી 4 સીટી મારી બાફી લેવા. બફાઈ જાય એટલે કાના વાળા વાસણ માં કાઢી ઠંડું પાણી રેડવું અને નિતારી લો.

  2. 2

    ત્યારબાદ ડુંગળી, ટામેટું, કાકડી, કેપ્સિકમ, લીલા ધાણા સમારી બધી સામગ્રી તૈયાર કરી લો.

  3. 3

    હવે એક બોલ માં બાફેલાં મકાઈ ના દાણા લઈ તેમાં ડુંગળી, ટામેટાં, કેપ્સિકમ, કાકડી દાડમ ના દાણા, લીલા ધાણા, લીલા મરચાં લઈ મિક્સ કરવું.

  4. 4

    હવે લાલ મરચું, ચાટ મસાલો, મીઠું, લીંબુ નો રસ, સેઝવોન ચટણી ઉમેરો.

  5. 5

    બધો મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી લો. થોડા ક્રાંચ માટે નચોઝ ચિપ્સ ને ભૂકો કરી ઉમેરો

  6. 6

    છેલ્લે પીગળેલા બટર ઉમેરો જેનાં થી ભેળ ના સ્વાદ માં એક અલગ વધારો થાય છે.

  7. 7

    હવે સરવિંગ પ્લેટ માં ભેળ લઈ ઉપર થી સેવ અને છીણેલી ચીઝ થી ગાર્નિશ કરો.

  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Neeti Patel
Neeti Patel @Neeti3699
પર
Vadodara
I love cooking .. The best memories are made around table 😍
વધુ વાંચો

Similar Recipes