ઈનસ્ટન્ટ વેજ કોલ્હાપુરી (Instant Veg Kolhapuri Recipe In Gujarati)

Janki K Mer
Janki K Mer @chef_janki

#EB
#Week8
#Coopadgujrati
#CookpadIndia
Veg kolhapuri

મેં વેજ કોલ્હાપુરી ને અલગ રીતે બનાવ્યું છે. જે ફટાફટ બની જાય છે અને ઓછા સમયમાં બની જાય છે. અને તેનો ટેસ્ટ પણ એકદમ સરસ આવ્યો છે. તમે પણ જરૂર થી ટ્રાઇ કરજો.

ઈનસ્ટન્ટ વેજ કોલ્હાપુરી (Instant Veg Kolhapuri Recipe In Gujarati)

#EB
#Week8
#Coopadgujrati
#CookpadIndia
Veg kolhapuri

મેં વેજ કોલ્હાપુરી ને અલગ રીતે બનાવ્યું છે. જે ફટાફટ બની જાય છે અને ઓછા સમયમાં બની જાય છે. અને તેનો ટેસ્ટ પણ એકદમ સરસ આવ્યો છે. તમે પણ જરૂર થી ટ્રાઇ કરજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 વ્યક્તિ માટે
30-40 મિનિટ
  1. ➡️સબજી માટે :-
  2. 1 કપસમારેલા ગાજર
  3. 1 કપસમારેલી ફણસી
  4. 1 કપસમારેલા બટાકા
  5. 1 કપલીલા વટાણા
  6. 1 કપસમારેલું કેપ્સીકમ
  7. 1ડૂંગળી સમારેલી (ફોટા માં બતાવેલી છે રીતે)
  8. 150 ગ્રામપનીર
  9. ➡️ગ્રેવી માટે :-
  10. 3 નંગટામેટાં
  11. 3 નંગડૂંગળી
  12. 3-4 ટી સ્પૂનકાજુ ના ટુકડા
  13. ➡️વઘાર માટે :-
  14. 3 ચમચા તેલ
  15. 3 સ્પૂનઆદું મરચાંની પેસ્ટ
  16. 1મોટો ટુકડો તજ
  17. 1સૂકું લાલ મરચું
  18. 1તમાલપત્ર નું પાન
  19. 1ઇલાયચી
  20. 3-4લવિંગ
  21. 3-4આખા તીખા
  22. 1/2 ટી સ્પૂનજીરું
  23. ➡️ મસાલા :-
  24. 2 ટી સ્પૂનકિચન કિંગ મસાલો
  25. 1 1/2 ટી સ્પૂનકાશ્મીરી લાલ મરચું પાઉડર
  26. 1/2 ટી સ્પૂનધાણાજીરું
  27. ચપટીહળદર
  28. 1 ટી સ્પૂનલીંબુનો રસ (ઓપ્શનલ)
  29. 1 ટી સ્પૂનબટર
  30. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

5 વ્યક્તિ માટે
  1. 1

    સૌ પ્રથમ બધા વેજીટેબલ ને સરસ ચોખ્ખા પાણીમાં ધોઇ લો. પછી તેને સમારી લો. ત્યાર બાદ એક કૂકર માં મીઠું અને ચપટી ખાંડ નાખી બાફવા મૂકો. 1 સીટી વગાડી ગેસ બંધ કરી દો. અને એક ચારણી મા કાઢી લો.

  2. 2
  3. 3

    હવે આપણે ટામેટાં અને ડૂંગળી ની ગ્રેવી તૈયાર કરશું. ટામેટાં અને ડૂંગળી ને સમારી લો. પછી તેમાં કાજુ ના ટુકડા નાખી મિક્ષ્ચરમાં ક્રશ કરી લો ગ્રેવી તૈયાર છે.

  4. 4
  5. 5

    હવે આપણે એક પેન માં તેલ ગરમ કરી તેમાં બધાં ખડા મસાલા નાખો અને જીરું નાખી પછી આદું મરચાં ની પેસ્ટ નાખી થોડીવાર સાંતળો. પછી તેમાં કેપ્સીકમ અને ડૂંગળી નાખો. તેને થોડીવાર સાંતળો.

  6. 6
  7. 7

    ત્યારબાદ આપણે તેમાં ટામેટાં અને ડૂંગળી ની ગ્રેવી નાખીશું પછી તેમાં બધા મસાલા કરીશું.

  8. 8
  9. 9

    હવે બધું બરાબર મિક્સ કરી લેવાનું પછી તેમાં બધા વેજીટેબલ અને પનીર નાખો. તેને બરાબર મિક્સ કરી લેવાનું. પછી તેમાં લીંબુનો રસ અને બટર નાખી 7 થી 8 સુધી રહેવા દો. તેલ છૂટી જાય પછી ગેસ બંધ કરી દો. પછી કોથમીર નાખી દો. અને તૈયાર છે વેજ કોલ્હાપુરી.

  10. 10
  11. 11

    હવે તૈયાર છે આપણું વેજ કોલ્હાપુરી તેને આપણે સર્વ કરી શકીએ. મેં અહીં જીરા પરાઠા સાથે સર્વ કર્યા છે. તો હવે તેને ગરમ ગરમ સર્વ કરો.

  12. 12
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Janki K Mer
Janki K Mer @chef_janki
પર

Similar Recipes