રેડ વેલવેટ કોકોનટ ચોકો લડ્ડુ (Red Velvet Coconut Choco Laddu Recipe In Gujarati)

Prerita Shah
Prerita Shah @Preritacook_16
Nadiad

#ff3

રક્ષાબંધન આવે અને મારા ભાઈઓ મારા હાથની બનાવેલી મીઠાઈ ની રાહ જોતા હોય છે અને તહેવાર નો સમય હોય એટલે બજારમાં માવા વાલી મીઠાઈ પણ સારી હોતી નથી to ચાલો આજે ઘરે જ બનાવીને ભાઈને સરસ મજાની સ્વીટ ખવડાવીએ અને એ પણ પાછી અલગ ટાઇપ ની......

રેડ વેલવેટ કોકોનટ ચોકો લડ્ડુ (Red Velvet Coconut Choco Laddu Recipe In Gujarati)

#ff3

રક્ષાબંધન આવે અને મારા ભાઈઓ મારા હાથની બનાવેલી મીઠાઈ ની રાહ જોતા હોય છે અને તહેવાર નો સમય હોય એટલે બજારમાં માવા વાલી મીઠાઈ પણ સારી હોતી નથી to ચાલો આજે ઘરે જ બનાવીને ભાઈને સરસ મજાની સ્વીટ ખવડાવીએ અને એ પણ પાછી અલગ ટાઇપ ની......

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 કલાક
2 વ્યક્તિ
  1. 1 કપરેડ વેલ્વેટ કેક નો ભૂકો
  2. 1ટીસ્પુન ચીઝ સ્પ્રેડ
  3. 2 ટીસ્પૂનકોપરાનુ છીણ
  4. 1 ટીસ્પૂનમિલ્કમેડ/ગળ્ય દૂધ/ફ્રેશ સ્વીટ ક્રીમ
  5. 150 ગ્રામવ્હાઇટ ચોકલેટ કમ્પાઉન્ડ
  6. 1/4 ટી સ્પૂનબટર

રાંધવાની સૂચનાઓ

30 કલાક
  1. 1

    સૌપ્રથમ રેડ વેલવેટ કેકનો બરાબર ભૂક્કો કરી લેવો ત્યારબાદ એક બાઉલમાં કોપરાનું છીણ લઈ તેમાં milkmaid મેરી બરાબર મિક્સ કરી અને તેના નાના-નાના બોલ્સ બનાવી દેવા

  2. 2

    હવે રેડ વેલવેટ કેકના ભૂકામાં ચીઝ સ્પ્રેડ મિક્સ કરી તેના પણ થોડા મોટા બોલ જેવું બનાવી તેની વચ્ચે કોપરાના બોલ્સ મૂકી બરાબર ગોળ વાળીને ગોળ શેપ આપી દેવો જેથી અંદર કોપરાનું છીણ અને ઉપર રેડ વેલવેટ કેક નું પડ આવી જશે આ રીતે બધા બોલ તૈયાર કરવા હવે તેને 15 મિનીટ માટે ફ્રીઝ માં મૂકી દેવા

  3. 3

    બોલ ઠંડા થાય ત્યાં સુધી એક કાચના બાઉલમાં વ્હાઈટ ચોકલેટ કમ્પાઉન્ડ લઈ તેને માઈક્રોવેવમાં 30 સેકન્ડ માટે ગરમ કરવા મુકું અને જો જરૂર લાગે તો ફરી પાછુ 20 સેકન્ડ માટે ગરમ કરવું જેથી ચોકલેટ બરાબર મેલ્ટ થઈ જશે હવે તેમાં બટર ઉમેરી બરાબર ચોકલેટ ને હલાવી લેવી

  4. 4

    હવે બનાવેલા બોલ્સને ફ્રીઝમાંથી બહાર કાઢી તેમાં લાંબી ટૂથપીક ખોસી તેને ચોકલેટ માં ડીપ કરી અને એક ગ્લાસમાં ઉભી મૂકવી

  5. 5

    આ રીતે બધા બોલ તૈયાર કરવા હવે ફરી પાછું તેને ફ્રીઝમાં દસ મિનિટ માટે ઠંડુ કરવા મુકવું ઠંડું થઇ ગયાબાદ ધીરે રહીને ટૂથપીક કાઢી નાખવી અને બોલ ઉપર તમને ગમતું ડેકોરેશન કરીને તમે સર્વ કરી શકો છો (મેં અહીંયા ડાર્ક ચોકલેટને મેલ્ટ કરીને તેના દ્વારા બોલ પર ડેકોરેશન કરેલું છે)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Prerita Shah
Prerita Shah @Preritacook_16
પર
Nadiad

Similar Recipes