રોઝ કોકોનટ સ્ટફ ગુલકંદ લડ્ડુ (Rose Coconut Stuffed Gulkand Ladoo Recipe In Gujarati)

Smita Tanna
Smita Tanna @smitatanna612

રોઝ કોકોનટ સ્ટફ ગુલકંદ લડ્ડુ (Rose Coconut Stuffed Gulkand Ladoo Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
2 લોકો
  1. ૨૫૦ ગ્રામ સુકા ટોપરાનું નાયલોન છીણ
  2. ૫૦૦ ગ્રામ નેસ્લે કન્ડેન્સ મિલ્ક
  3. ૧૫૦ ગ્રામ ફ્રેશ મલાઈ
  4. ૩ ટેબલ સ્પૂનઘી
  5. ૧/૪દૂધ
  6. ૧ ટી સ્પૂનરોઝ એસેન્સ
  7. ૪-૫ ટીપાં રેડ ફુડકલર
  8. સ્ટફિંગ માટે (ગુલકંદ)
  9. ૪ ટેબલ સ્પૂનગુલકંદ (રોઝ પેટલ જેમ)
  10. ૫૦ ગ્રામ મીક્ષ ડ્રાયફ્રુટ (કાજુ બદામ પિસ્તા)
  11. ૨ ચમચીકિસમિસ
  12. ૨ ચમચીટૂટી ફુટી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ સ્ટફિંગ માટે એક બાઉલમાં ગુલકંદ બદામ કાજુ પિસ્તા અને ટુટીફ્રુટી કિસમીસ લઈ અને મિક્સ કરો સ્ટફિંગ તૈયાર કરો અને તેના નાના લાડુ બનાવી લો.

  2. 2

    ત્યારબાદ ઉપરના લેયર માટે એક પેનમાં ઘી મૂકી તેમાં સુકા ટોપરાનું છીણ અને પાંચેક મિનિટ શેકી લો ત્યારબાદ તેમાં કન્ડેન્સ મિલ્ક ઉમેરી મિક્સ કરોત્રણેક મિનિટ માટે કૂક કરો ત્યારબાદ તેમાં ફ્રેશ મલાઈ અને દૂધ ઉમેરી બધું મિક્સ કરી લો.

  3. 3

    અને પેન માં બધું લચકા પડતું થવા અને ઘી છૂટું પડે એટલે મિશ્રણ તૈયાર છે થોડું ઠંડુ થયા પછી તે રેડ ફૂડ કલર અને રોઝ એસેન્સ નાખી ઉપરના પ્લેયરને લૂઓ લઇને તેની અંદર ગુલકંદ વાળુ લડુ મૂકી તે ગુલાબી મિશ્રણને કવર કરી લો અને લાડુ બનાવી ટોપરાના છીણમાં રગદોળી લો તો તૈયાર છે રોઝ કોકોનટ સ્ટફ ગુલકંદ લડડુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Smita Tanna
Smita Tanna @smitatanna612
પર

Similar Recipes