ફરાળી સુરણ નું દહીં વાળું શાક (Farali Suran Dahi Valu Shak Recipe In Gujarati)

Arpita Shah
Arpita Shah @ArpitasFoodGallery

#RC3
ઉપવાસ હોય કે અગિયારસ હોય ત્યારે મારી ઘરે ઘણી વખત બને છે અને દહીં વાળું આ શાક સરસ લાગે છે.

ફરાળી સુરણ નું દહીં વાળું શાક (Farali Suran Dahi Valu Shak Recipe In Gujarati)

#RC3
ઉપવાસ હોય કે અગિયારસ હોય ત્યારે મારી ઘરે ઘણી વખત બને છે અને દહીં વાળું આ શાક સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 250 ગ્રામ - સુરણ
  2. સુરણ બાફવા થોડું સિંધવ મીઠુ
  3. 1 કપ- દહીં
  4. 3-4 ચમચી- સીંગતેલ
  5. 1 ચમચી- જીરૂ
  6. 1 ચમચી- આદુ - મરચાં ની પેસ્ટ
  7. 4-5લીમડા ના પાન
  8. 1 ચમચી- કાશ્મીરી મરચું પાઉડર
  9. 1/2 ચમચી- તજ - લવિંગ નો પાઉડર
  10. 2 ચમચી- ખાંડ
  11. સ્વાદ મુજબ મીઠુ
  12. લીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌથી પહેલા સુરણ ને સમારી બરાબર ધોઈ લો પછી કુકર માં મીઠુ અને થોડું પાણી નાંખી 3 વિસલ વગાડી બાફી ગેસ બંધ કરી બાઉલ માં લો.બીજી સામગ્રી લો.

  2. 2

    હવે બીજી સામગ્રી રેડી કરો.હવે એક તાવડી માં તેલ લઇ જીરૂ, લીમડો અને આદુ - મરચાં ની પેસ્ટ સાંતળી દહીં નાંખી મીઠુ નાંખી લાલ મરચું, તજ લવિંગ નો મસાલો નાંખી થોડું પાણી નાંખી દો.

  3. 3

    પછી બાફેલુ સુરણ નાંખી ખાંડ નાંખી 3-5 મિનિટ પછી ગેસ બંધ કરી લીલા ધાણા નાંખી સર્વ કરો.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Arpita Shah
Arpita Shah @ArpitasFoodGallery
પર
Cooking is my Passion
વધુ વાંચો

Similar Recipes