ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)

Pooja kotecha
Pooja kotecha @poojakotechadattani
શેર કરો

ઘટકો

1 કલાક
4 લોકો
  1. 3 વાટકીચોખા
  2. 1 વાટકીઅડદની ફોતરા વગરની દાળ
  3. 1 ચમચીમેથી
  4. 1 નાની ચમચીસાજીના ફુલ
  5. સંભાર માટે
  6. 1 વાટકીતુવેર દાળ
  7. 2 ચમચીઅડદની દાળ
  8. 2 ચમચીમગની દાળ
  9. 1/2 વાટકી ચણાની દાળ
  10. 2નાના બટેકા
  11. 1નાની દૂધી
  12. 2મરચા
  13. 1આદુનો ટુકડો
  14. 1 ચમચીખાંડ
  15. 3 ચમચીમરચુ પાઉડર
  16. 1 ચમચીગરમમસાલો
  17. 2 ચમચીહળદર
  18. 1 ચમચીરાઈ
  19. 1 ચમચીજીરૂ
  20. સ્વાદમુજબ મીઠુ
  21. 2નાના ટામેટાં
  22. 2નાના ચમચા ઘી
  23. 2લાલ સુકા મરચા
  24. 1તમાલપત્ર
  25. 1/2બાદીયા
  26. 1તજનો ટુકડો
  27. 2/3લવિંગ
  28. 1 ચમચીમગની દાળ
  29. 1 ચમચીઅડદની દાળ
  30. લીમડો
  31. કોથમીર

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌપ્રથમ ચોખા, મેથી અને અડદની દાળ રાત્રે પલાળી દેવી. સવારે તેને પીસી લેવા.પછી તેને7/8 કલાક ગરમ જગ્યાએ મુકી દેવુ.

  2. 2

    ત્યારબાદ સંભારની ચારેય દાળ(તુવેર,મગની,અડદની,ચણાની દાળ) કુકરમાં બાફવા મુકી દેવી.ત્યારબાદ બટેકા અને દૂધી પણ નાના સમારીને કુકરમાં બાફવા મુકવા.

  3. 3

    એક તપેલીમાં ઘી મુકો. તેમાં મગની અને અડદની દાળ નાખો અને 5 મિનિટ તેને શેકો.પછી તેમાં લવિંગ,બાદીયા,તમાલપત્ર, રાઈ,જીરૂ,લાલ મરચા, આદુ, મરચા, ટમેટાના પેસ્ટ બધુંજ નાખીને 5 મિનિટ બાદ તેમાં હળદર, મરચુ પાઉડર, ખાંડ, મીઠુ,લીંબુ,ગરમમસાલો નાખો.પછી તેમાં બાફેલી દાળ અને બાફેલા દૂધી બટેકા નાખીને તેને 15 મિનિટ ઉકળવા દો.

  4. 4

    ગરમાગરમ સંભાર આપણો તૈયાર.

  5. 5

    ત્યારબાદ તૈયાર કરેલા ખીરામાં 1 ચમચી ગરમ તેલ અને સાજીના ફુલ નાખી અને ઈડલીના કુકરમાં ઈડલી મુકો. ઈડલી મુકવા ટાઈમે જીરૂ છાંટો.

  6. 6

    ગરમાગરમ ઈડલીને સંભાર અને ચટણી સાથે સર્વ કરો. ઉપર કોથમીર છાંટો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pooja kotecha
Pooja kotecha @poojakotechadattani
પર

ટિપ્પણીઓ

Similar Recipes