દૂધી નાં ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)

Palak Sheth
Palak Sheth @palaksfoodtech
Ahmedabad

#EB
#Week9
#dudhidhokla

મિક્સ દાળ અને ચોખામાંથી બનતા ઢોકળા ટેસ્ટી અને હેલ્ધી બન્ને છે. આ રીતે બનતા ઢોકળા મસ્ત જ લાગે છે પણ જો આ જ ઢોકળા ના ખીરામાં છીણેલી દૂધી, ગાજર, કોથમીર, ફૂદીનો કે બીજું તમને પસંદ હોય એ શાક અને રાઇ,હીંગનો વઘાર પણ અંદર જ ઉમેરી દેવામાં આવે તો ઢોકળા બમણા સ્વાદિષ્ટ બની જાય છે. પૂરો વઘાર ઉપરથી કરવાની જગ્યાએ જો અડધો આ રીતે અંદર ખીરામાં ઉમેરી દેવામાં આવે તો ઢોકળા વધારે યમી લાગે છે.

સાથે શાક હોવાથી એટલા સોફ્ટ બને છે કે ઠંડા થયા પછી પણ કડક નથી થતા. સાથે શાકના ગુણ પણ ઉમેરાય છે. મને આ ઢોકળા એટલા પસંદ આવ્યા કે હવે સાદા ઢોકળા ની જગ્યાએ આ જ બનાવવા માટે પહેલી પસંદ હશે.

સાથે લેવામાં આવતા ચોખા એકાદ વર્ષ જૂના અને બોઇલ, કમોદ કણકી કે જીરાસર હશે તો ચીકાશ ઓછી હોવાને કારણે ઢોકળા વધારે ફૂલશે અને સોફ્ટ થશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
3-4 વ્યક્તિ
  1. ➡️ઢોકળા ના ખીરા માટે,
  2. 2 કપજૂના ટુકડા ચોખા
  3. 3/4 કપચણાની દાળ
  4. 1/4 કપઅડદની દાળ
  5. 1/2 કપતુવેરની દાળ
  6. 1 કપછાશ
  7. જરુર મુજબ પાણી
  8. ➡️ઢોકળાં બનાવવા માટે,
  9. 2 ટેબલ સ્પૂનઆદું લસણ મરચાંની પેસ્ટ
  10. 1/2 ટીસ્પૂનહળદર
  11. 1 ટીસ્પૂનમીઠું
  12. 150-200 ગ્રામછીણેલી દૂધી
  13. 1નાનું ગાજર છીણેલું
  14. 1/2 કપઝીણો સમારેલો કોથમીર-ફૂદીનો
  15. 2 ટેબલ સ્પૂનતેલ
  16. 2 ટીસ્પૂનરાઇ
  17. 1/4 ટીસ્પૂનહીંગ
  18. 1 ટીસ્પૂનકુકીંગ સોડા
  19. 1 ટીસ્પૂનલાલ મરચું પાઉડર
  20. 2 ચમચીસમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    ઢોકળાનું ખીરું બનાવવા માટે, ચોખા અને ત્રણે દાળને ભેગા કરી પાણીથી 2-3 વાર સારી રીતે ધોઇ લેવા. પછી ડૂબે તેનાથી બમણું પાણી ઉમેરી 5-6 કલાક માટે પલાળી લેવા.

  2. 2

    પલળે એટલે થોડી-થોડી છાશ ઉમેરી તેને મિક્સરમાં દરદરું પીસી લેવું. પછી ઢાંકીને 6-8 કલાક માટે સરસ આથો આવે તે માટે મૂકી દેવું. તે પછી ખીરું તૈયાર હશે. ખીરું બહુ પાતળું કે જાડું નથી રાખવાનું. માપસરનું હોવું જોઇએ.

  3. 3

    ખીરામાં છીણેલી દૂધી, છીણેલું ગાજર, કોથમીર, ફૂદીનો, આદું લસણ મરચાં ની પેસ્ટ, હળદર, મીઠું નાખી બરાબર મિક્સ કરી લેવું.

  4. 4

    એક વઘારીયામાં 1 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ મૂકી તેમાં રાઇ હીંગ નો વઘાર કરવો. આ વઘારને બનેલા ખીરામાં રેડી મિક્સ કરી લેવો.

  5. 5

    સ્ટીમરમાં પાણી ગરમ મૂકી તેમાં એક પ્લેટ તેલ લગાવીને મૂકવી. 4-5 ચમચા જેટલું ખીરું નાના બાઉલમાં કાઢી તેમાં 1/8 ટીસ્પૂન જેટલો સોડા નાખી 1 મિનિટ માટે ફીણવું. પછી આ મિશ્રણને સ્ટીમરમાં ગરમ પ્લેટમાં રેડી ઠપકારી ફેલાવી દેવું. ઉપર લાલ મરચું પાઉડર છાંટવો. પછી ઢાંકીને 10 મિનિટ માટે સ્ટીમ થવા દેવા.

  6. 6

    બફાઇ જાય એટલે પ્લેટ બહાર કાઢી 5 મિનિટ માટે ઠંડુ થવા દઇ ચપ્પાથી નાના ચોરસ ટુકડા કરવા. તે જ રીતે નાના ટાર્ટ મોલ્ડમાં કે ઇડલી ના મોલ્ડમાં ખીરું પાથરી સ્ટીમ કરી અલગ આકારના ઢોકળા બનાવી શકાય.

  7. 7

    બધા ઢોકળા આ રીતે બનાવી લેવા.સોડા બનતી વખતે થોડા ખીરામાં જ ઉમેરવો.બની ગયા બાદ બાકીના 1 ટેબલ સ્પૂન તેલ,રાઇ,હીંગનો વઘાર કરવો. આ વઘારને બધા ઢોકળા પર થોડોક થોડોક રેડવો.

  8. 8

    ઢોકળા પર સમારેલી કોથમીર ભભરાવવી. અને કેચઅપ,ચટણી,ચા સાથે ગરમાગરમ સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Palak Sheth
Palak Sheth @palaksfoodtech
પર
Ahmedabad
મારા ઘરનું રસોડું એ મારો સૌથી પસંદગીનો ખૂણો છે. કુકીંગ કરતા જાણે સરસ એવા કોઇ પ્રવાસ પર નીકળ્યા હોઇએ તેવું અનુભવાય. જ્યારે કોઈ વાનગી પહેલી વાર બનવાની હોય ત્યારે બનાવતા પૂરા ખોવાઇ જવું, અને બન્યા પછી વિચાર્યું હોય તેવું કે તેનાથી પણ સારું રિઝલ્ટ મળે ત્યારે થતા આનંદની મજા જ અલગ છે. જો વિચાર્યું તેવું ના મળે તો બને તેટલા જલ્દીથી ફેરફાર ફરી બનાવવાની ઉત્સુકતા પણ તેટલી જ હોય...
વધુ વાંચો

Similar Recipes