દૂધી ચણાની દાળ નાં કબાના (Dudhi Chana dal Kabana Recipe in Gujarati)(Jain)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
Ahmedabad

#GA4
#WEEK11
#DUDHI
#COOKPADGUJRATI
#COOKPADINDIA
દુધી અને ચણાની દાળનું કોમ્બિનેશન ખુબ જ સરસ લાગે છે આ કોમ્બિનેશન નું શાક તો બધા બનાવતા જ હોય છે પણ મેં આ બંનેનો ઉપયોગ કરીને એક અલગ જ વાનગી તૈયાર કરી છે જે સ્વાદમાં ખુબજ સરસ છે આવી ગુલાબી ઠંડીમાં તથા વરસતા વરસાદમાં આ વાનગી ખાવાની મજા આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૧ કપપલાળેલી ચણાની દાળ
  2. ૧/૨ કપછીણેલી દૂધી
  3. લીલાં મરચાં ઝીણાં સમારેલાં
  4. 2 ચમચીકોથમીર ઝીણી સમારેલી
  5. 1/4 ચમચીમરી પાઉડર
  6. 1/4 ચમચીસુંઠ પાઉડર
  7. ચપટીહિંગ
  8. 1/4 ચમચીઆખું જીરૂ
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    ચણાની દાળને સાતથી આઠ કલાક માટે પલાળી દો. પછી તેમાંથી વધારાનું પાણી નિતારી લો.

  2. 2

    દૂધીને છીણી લો, કોથમીરને ઝીણી સમારી લો, મરચા ને પણ ઝીણા સમારી લો.

  3. 3

    ચણાની દાળને મિક્સરમાં પીસી લો પછી તેમાં છીણેલી દૂધી, ઝીણા સમારેલા લીલા મરચાં, સમારેલી કોથમીર, જીરું, હિંગ, મીઠું, મરી પાઉડર સુઠ પાઉડર ઉમેરી બરાબર ફીણી લો.

  4. 4

    તેલ એકદમ સરસ ગરમ થઇ જાય એટલે તૈયાર કરેલા ખીરામાંથી નાના-નાના કબાના હાથ પર જ તૈયાર કરી સીધા ગરમ તેલ માં મૂકી ગોલ્ડન બ્રાઉન તળી લેવા.

  5. 5

    ગરમાગરમ કબાનાને લીલી ચટણી અને કેચઅપ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

Similar Recipes