ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)

Pooja Vora
Pooja Vora @cook_29744950
શેર કરો

ઘટકો

૧૫ થી ૨૦ મીનીટ
૩ વ્યક્તિ
  1. પેકેટ હક્કા નૂડલ્સ
  2. ૨ ચમચીસીઝવાન સોસ
  3. ૩-૪ ચમચી કેચઅપ
  4. ૧ ચમચીસોયા સોસ
  5. ૧ ચમચીરેડ ચીલી સોસ
  6. ૧ ચમચીવિનેગર
  7. ૧/૨ નાની ચમચીમરી પાઉડર
  8. ચપટીઆજી નો મોટો
  9. મીઠું જરૂર મુજબ
  10. ૧/૨ ચમચીઝીણું સમારેલું આદુ
  11. ૧/૨ ચમચીઝીણું સમારેલું લસણ
  12. ૧/૨ ચમચીઝીણા સમારેલા કેપ્સીકમ
  13. ૧ નાની વાટકીલાંબી સમારેલી કોબી
  14. લાંબુ સમારેલું કેપ્સીકમ
  15. ૧ નાની વાટકીજાડા ખમણેલા ગાજર
  16. ૧ વાટકીલાંબી સમારેલી ડુંગળી
  17. તળેલા શીંગદાણા જરૂર મુજબ
  18. તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૧૫ થી ૨૦ મીનીટ
  1. 1

    એક મોટા વાસણ માં ચાર થી પાંચ કપ પાણી નાખી ગરમ કરવા મૂકો પાણી ઉકળે એટલે તેમાં મીઠું નાખી નુડલ્સ નાખો ચારેક મીનીટ માં નુડલ્સ બફાઈ ને તૈયાર થઇ જશે એક ચમચી તેલ ઉમેરી હલાવી લો ગેસ બંધ કરી દેવો

  2. 2

    નુડલ્સ ને ચારણી માં લઇ ઠંડા પાણીથી ધોઈ લો થોડી ઠંડી પડે એટલે એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં થોડી નુડલ્સ નાખી તળી લો ક્રંચી થાય એટલે કાઢી લો

  3. 3

    એક પેનમાં ૨ થી ૩ ચમચી તેલ ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં લસણ, આદુ,મરચા નાખી હલાવો થોડી કચાસ દૂર થાય એટલે ડુંગળી નાખો તેને હલાવી ને સાતડી લો તેમાં ગાજર, કોબી, કેપ્સીકમ નાખી હલાવી તેમાં સેઝવાનસોસ, ટોમેટો સોસ, રેડ ચીલી સોસ, સોયા સોસ, મરી પાઉડર, મીઠુ, આજીનો મોટો, વિનેગર નાખી હલાવી લો ગેસ બંધ કરી દો

  4. 4

    એક મોટા બાઉલમાં તળેલા હક્કા નુડલ્સ લઇ તેમાં બનાવેલ સલાડ નાખી હલાવો તેમાં લીલાં ધાણા નાખી પ્લેટ માં ચાઇનીઝ ભેળ સર્વ કરો તો તૈયાર છે ચાઇનીઝ ભેળ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pooja Vora
Pooja Vora @cook_29744950
પર

ટિપ્પણીઓ

Similar Recipes