ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)

Juliben Dave
Juliben Dave @julidave

#EB
થીમ 9
અઠવાડિયું 9
#RC2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. પેકેટ નૂડલ્સ
  2. ૧ નંગલાંબુ સમારેલું કેપ્સીકમ
  3. મોટું નંગ લાંબુ સમારેલું ગાજર
  4. 1/2કોબીજ લાંબુ સમારેલું
  5. ૨ નંગડુંગળી ઝીણી સમારેલી
  6. ૭-૮ કળી લસણ ની પેસ્ટ
  7. ૧ નાની વાટકીલીલી ડુંગળી ઝીણી સમારેલી
  8. ૧ ચમચીસેઝવાન સોસ
  9. ૧ ચમચીસોયા સોસ
  10. ૧ ચમચીટામેટા સોસ
  11. મીઠું સ્વાદાનુસાર
  12. ચપટીમરી નો ભૂકો
  13. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક પેન માં પાણી મૂકી તેમાં ૧ ચમચી તેલ નાખવું....તે ઉકળે એટલે તેમાં નૂડલ્સ નાખી દેવા...તેલ નાખવાથી નૂડલ્સ છૂટા થશે...નૂડલ્સ થઈ જાય એટલે ચારણી માં નાખી પાણી નિતારી લેવું અને તરત જ તેની ઉપર ઠંડુ પાણી રેડી દેવું...
    ત્યાર બાદ થોડા નૂડલ્સ ને એકદમ બ્રાઉન કલર ના થાય એવા તળી લેવા અને તેનો ભૂકો કરી લેવો...

  2. 2

    ત્યાર બાદ એક પેન માં તેલ મૂકી લસણ ની પેસ્ટ, ડુંગળી, લીલી ડુંગળી નાખવા..તે થોડા ચડી જાય એટલે ગાજર, કેપ્સીકમ, કોબીજ નાખવા..

  3. 3

    ત્યારબાદ સેઝવાન સોસ,ટામેટા સોસ,સોયા સોસ નાખવા... પછી મીઠું અને મરી નો ભૂકો નાખવો... એકદમ હલાવતા રહેવું...
    બાફેલા નૂડલ્સ ઉમેરવા, છેલ્લે તળેલા નૂડલ્સ ઉમેરવા અને હલાવી લેવું,

  4. 4

    તૈયાર છે ગરમા ગરમ ચાઈનીઝ ભેળ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Juliben Dave
Juliben Dave @julidave
પર

Similar Recipes