ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)

Niral Sindhavad
Niral Sindhavad @nirals
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
૫ લોકો માટે
  1. ૧૬૦ ગ્રામ હક્કા નૂડલ્સ
  2. ૪ ટેબલ સ્પૂનસેઝવાન સોસ
  3. ૧ ટેબલ સ્પૂનટોમેટો કેચઅપ
  4. ૧ ટેબલ સ્પૂનરેડ ચીલી સોસ
  5. ૧ ટેબલ સ્પૂનસોયાસોસ
  6. ૧ ટેબલ સ્પૂનવ્હાઈટ વિનેગર
  7. ૨ ચમચીઆદુ-મરચાની પેસ્ટ
  8. ૪ થી ૫ લાંબી સમારેલી ડુંગળી
  9. ૧ કપબારીક સમારેલી કોબીજ
  10. કેપ્સીકમ લાંબા સમારેલા
  11. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં પાણી લઈ નુડલ્સને મીઠું નાખી બાફી લો. ચારથી પાંચ મિનિટ કુક કર્યા બાદ તેને ચારણીમાં નાખી ઠંડા પાણીથી ધોઈ લો. અને કોર્નફ્લોર થી સારી રીતે કોર્ટ કરી લો.

  2. 2

    હવે નુડલ્સ તેલમાં ફ્રાય કરી સાઈડ પર રાખી દો.

  3. 3

    કડાઈમાં તેલ લઈ તેમાં લસણની પેસ્ટ અને આદુની પેસ્ટ ઉમેરો થોડીવાર બાદ સેઝવાન સોસ, રેડ ચીલી સોસ, ટોમેટો કેચઅપ ઉમેરી સારી રીતે મિક્સ કરી લો. બે મિનિટ પછી તેમાં ડુંગળી ઉમેરો થોડીવાર બાદ તેમાં કેપ્સિકમ, કોબી ઉમેરી વિનેગર અને મીઠું નાખી સારી રીતે મિક્સ કરી લો. થોડું પાક્યા બાદ તૈયાર કરેલા નુડલ્સ સારી રીતે મિક્સ કરી એક મિનીટ માટે પકાવો.

  4. 4

    તૈયાર છે સ્પાઇસી અને ચટપટી ચાઈનીઝ ભેળ જે તમે પકાયા વગર પણ આ જ રીતે બધા મસાલા અને સબ્જી ઉમેરી સર્વ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Niral Sindhavad
પર

Similar Recipes