મશરૂમ કરી (Mushroom Curry Recipe In Gujarati)

Mamta Pathak
Mamta Pathak @cook_27768251
Gandhinagar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મીનીટ
૪ વ્યક્તિ
  1. - મશરૂમ
  2. ૨૫૦ ગ્રામ - ટામેટાં
  3. ૧૦૦ ગ્રામ - કાજુ
  4. ૧ ચમચો - મલાઈ
  5. ૫/૬ - લીલાં મરચાં
  6. ૧ ચમચી- આદું છીણેલું
  7. ૩/૪ ચમચી - કાશ્મીરી લાલ મરચું
  8. ૧ ચમચી- ગરમ મસાલો
  9. ૧ ચમચી- જીરું
  10. મીઠું સ્વાદાનુસાર
  11. તેલ જરૂર મુજબ
  12. ૧૦૦ મીલી - પાણી

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ કાજુને 1/2કલાક પાણીમાં પલાળીને ક્રશ કરી લેવાં. ત્યારબાદ મશરૂમને બરાબર ધોઈને સમારી લેવા. ટમેટાંની પ્યુરી બનાવી લેવી.આદું - મરચાંને વાટી લેવા.

  2. 2

    હવે તેલ ગરમ કરી તેમાં જીરાનો વઘાર કરી તેમાં આદું - મરચાં નાખીને એક મીનીટ પછી ટમેટાંની પ્યુરી નાખવી. પ્યુરીમાંથી તેલ છુટું પડે એટલે તેમાં કાજુની પેસ્ટ ઉમેરવી. ધીમા તાપે ૫ મીનીટ ચડવા દેવું.

  3. 3

    હવે તેમાં કાશ્મીરી લાલ મરચું અને મીઠું નાખીને બરાબર મિક્સ કરવું. બે મીનીટ સુધી એકરસ થાય ત્યારબાદ તેમાં મલાઈ નાખીને ૨/૩ મીનીટ સુધી ઢાંકી દેવું.

  4. 4

    હવે તેમાં મશરૂમ ઉમેરીને ૨/૩ મીનીટ એકરસ થવા દેવી. ત્યારબાદ તેમાં પાણી નાખીને ૭/૮ મીનીટ સુધી ઢાંકીને ચડવા દેવી.

  5. 5

    હવે ઢાંકણ ખોલી તેમાં ગરમ મસાલો નાખીને બરાબર હલાવવું. ૨/૩ મીનીટ પછી ગેસ બંધ કરી દેવો. ગરમ ગરમ મશરૂમ કરીને પરોઠાં સાથે સર્વ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mamta Pathak
Mamta Pathak @cook_27768251
પર
Gandhinagar

ટિપ્પણીઓ (3)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
All your recipes are superb and delicious. You can check my profile and follow me if you wish.

Similar Recipes