કાજુ કતરી (Kaju Katri Recipe In Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

#Weekend
#Home_Made #Aluna_Vrat #Fast

#રક્ષાબંધન
નાના બાળકોથી લઈને મોટા દરેકને પ્રિય એવી કાજુ કતરી. જે મીઠાઈ તરીકે સૌથી વધુ લોકપ્રિય છે. આ મીઠાઈ મેં મારી દિકરીને અલુણા_ વ્રત નિમિત્તે ઉપવાસમાં ખાવા માટે બનાવી હતી.

તો આવનારા #રક્ષાબંધન_પર્વ નિમિત્તે આ મીઠાઈ બનાવી શકાય છે. જે ઘરે પણ થોડી ચોકસાઈ રાખીને થોડા સમયમાં જાતે જ બનાવી શકાય છે અને #૧૨_થી_૧૫ દિવસ સુધી બહાર જ રાખી શકાય છે. મેં અહીં સાદી કાજુ કતરી બનાવી છે, આમાં કેસર તાંતણા ઉમેરી કેસર કાજુ કતરી પણ બનાવી શકાય છે. જો તમે પ્રથમવાર બનાવતા હોય તો આપેલા માપ કરતા અડધા કે ત્રીજા ભાગના માપથી બનાવવા પ્રયત્ન કરી જુઓ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 થી 25 મિનિટ
  1. 500 ગ્રામકાજુ
  2. 100 ગ્રામમિલ્ક પાઉડર
  3. 200-250 ગ્રામખાંડ (વધુ કે ઓછી લ‌ઈ શકાય)
  4. 1 કપપાણી
  5. 1-2 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

20 થી 25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ કાજુનો મિક્સર જારમાં પાઉડર બનાવી લો. ચાળણીમાં કાઢી ચાળી લેવો અને મિલ્ક પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

  2. 2

    એક નોનસ્ટિક પેનમાં ચાસણી બનાવવા માટે ખાંડ અને પાણી ઉમેરી ધીમા તાપે ગરમ કરવા મૂકવું અને બઘી ખાંડ ઓગળી જાય અને બબલ્સ થાય ત્યાં સુધી થવા દો.

  3. 3

    હવે ચાસણીમાં કાજુ અને મિલ્ક પાવડરનુ મિશ્રણ ઉમેરીને બરાબર મિક્સ કરી સતત 10 થી 15 મિનિટ સુધી હલાવતા રહો. હવે ગેસ બંધ કરી 5 મિનિટ સુધી હલાવતા રહો.

  4. 4

    હવે એક પ્લાસ્ટિકની શીટ લ‌ઈ ઘી વડે ગ્રીસ કરી મિશ્રણને શીટ ઉપર કાઢી લો અને ઘી વાળા હાથ કરી બરાબર સરખુ કરી લો.

  5. 5

    હવે મિશ્રણ ઉપર બીજી શીટ મૂકી વેલણથી હળવા હાથે વણી ચોરસ કે લંબચોરસ આકારમાં જેટલી થીકનેસ જોઈએ તેટલી વણી લો. આ રીતે ચાંદીની વરખ પણ લગાવી શકાય છે.

  6. 6

    15 થી 20 મિનિટ બાદ કાપા પાડી લો. 10 મિનિટ બાદ ભરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes