રાજમા રાઈસ (Rajma Rice Recipe In Gujarati)

Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
Baroda

#friendship day special
# friendship day challenge

શેર કરો

ઘટકો

એક કલાક
ચાર વ્યક્તિ
  1. રાજમા બનાવવા માટે
  2. 150 ગ્રામ રાજમા
  3. ૨ ચમચીઘી
  4. 1 ચમચીતેલ
  5. 1 ચમચીજીરૂ
  6. ૨ નંગડુંગળી
  7. ૨ નંગટામેટા
  8. 1 ચમચીઆદુ-લસણની પેસ્ટ
  9. 1 ચમચીકસુરી મેથી
  10. સ્વાદ મુજબ મીઠું
  11. 1/2 ચમચી હળદર
  12. 1 ચમચીધાણાજીરૂ
  13. 2 ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  14. ચમચીગરમ મસાલો
  15. રાઈસ બનાવવા માટે
  16. 2 કપચોખા
  17. સ્વાદ મુજબ મીઠું
  18. ૨ ચમચીઘી
  19. 1 ચમચીજીરૂ
  20. મીઠા લીમડાના પાન

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    રાજમાને સાત કલાક પાણીમાં પલાળો. પછી કુકરમાં મીઠું નાખી પાંચ સીટી વગાડી બાફી લો.

  2. 2

    એક કઢાઈમાં તેલ મૂકી તેમાં જીરું,ડુંગળી ટામેટા નાખી ગોલ્ડન કલર થાય ત્યાં સુધી શેકો. પછી ગેસ બંધ કરો. ઠંડુ પડે એટલે મિક્સર જારમાં ક્રશ કરી લો.

  3. 3

    કઢાઈમાં ઘી મૂકી ઘી ગરમ થાય એટલે તેમાં આદુ-લસણની પેસ્ટ અને ટામેટા ડુંગળીની ગ્રેવી ઉમેરો. બરાબર હલાવી દો. તેમાં બધા જ મસાલા નાખી બાફેલા રાજમાં અને થોડું પાણી રેડૉ. પછી ઢાંકણ ઢાંકી દસ મિનિટ ઉકળવા દો. હવે રાજમા તૈયાર છે.

  4. 4

    રાઈસ બનાવવા બાસમતી ચોખા ને પાણીથી ધોઈ બે કલાક પાણીમાં પલાળી દો.પછી રાઈસ માં મીઠું, લીંબુ અને 1/2 ચમચી તેલ નાખી છુંટા બાફી લેવા. પછી એક વઘારીયા માં ઘી લઈ ઘી ગરમ થાય એટલે તેમાં જીરું અને મીઠા લીમડાના પાન નાખી વઘાર કરી રાઈસ માં રેડી દો. રાઈસ ને હલાવો. તૈયાર છે જીરા રાઈસ.

  5. 5

    તૈયાર છે રાજમા રાઈસ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
પર
Baroda
મને નવી નવી વાનગી બનાવવાનો શોખ છે મારી મમ્મી અને મારી સાસુ જે વાનગીઓ બનાવતા હતા તેમની પાસેથી શીખી ને હું પણ બનાવું છું મારા ફેમિલીને એ વાનગીઓ ખૂબ જ ભાવે છે મને વેસ્ટ માંથી પણ બેસ્ટ બનાવવું ખૂબ જ ગમે છે હવે તો કુક પેડ માં થી ઘણું બધું શીખવાનું મળે છે ને મારા ફેમિલી નો ખુબ જ સપોર્ટ મળે છે થેન્ક્યુ કુક પેડ એડમીન
વધુ વાંચો

Similar Recipes