રાજમા (Rajma Recipe in Gujarati)

Rupal Shah
Rupal Shah @gurudevdutt1

રાજમા (Rajma Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનીટ
  1. ૧ કપરાજમા
  2. ડુંગળી
  3. ટામેટા
  4. ૧ ટેબલ સ્પૂનઆદુ-મરચા-લસણ ની પેસ્ટ
  5. ૨ ટેબલ સ્પૂનતેલ
  6. ૧ ટી સ્પૂનઘી
  7. ૧/૨ ચમચીજીરૂ
  8. ચપટીહળદર
  9. ૧ ચમચીલાલ મરચુ અથવા સ્વાદ મુજબ
  10. મીઠુ સ્વાદ મુજબ
  11. થોડાલીલા ધાણા
  12. ૧ ટેબલ સ્પૂનધાણા-જીરૂ પાઉડર
  13. ૧ ટી સ્પૂનગરમ મસાલા પાઉડર

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનીટ
  1. 1

    રાજમા ને ધોઇ પાણી મા ૫-૬ કલાક પલાળી રાખો.
    કુકર મા ૪ કપ પાણી લઇ થોડું મીઠુ ઉમેરી લો. બોળેલા રાજમા નું પાણી નીતારી રાજમા ને કુકર મા ઉમેરી ૪-૫ સીટી વગાડી બોઇલ કરી લો.

  2. 2

    પેન મા તેલ -ઘી ને ગરમ કરી જીરૂ ઉમેરો. પછી આદુ-મરચા-લસણ ની પેસ્ટ ઉમેરી સાંતળી લો.

  3. 3

    ઝીણા સમારેલ ડુંગળી ઉમેરી ચપટી મીઠુ નાંખી ને ૩-૪ મિનીટ સાંતળો.

  4. 4

    હવે ઝીણા સમારેલ ટમાટર ઉમેરી ૧ મિનીટ સાંતળો.

  5. 5

    તેમાં લાલ મરચુ, ધાણા-જીરૂ પાઉડર, ગરમ મસાલા પાઉડર, હળદર, મીઠુ તથા કાપેલ લીલા ધાણા ઉમેરી ૩-૪ મિનીટ સાંતળો.

  6. 6

    પછી બાફેલ રાજમા ઉમેરી બરાબર હલાવી લો. બાફેલા રાજમા નું પાણી પણ ઉમેરી લો.

  7. 7

    ઢાંકી ને ૧૦ મિનીટ મિડીયમ આંચ પર કુક થવા દો. બરાબર ઉકળે પછી ગેસ બંધ કરો.

  8. 8

    ગરમ-ગરમ રાજમા ને ભાત કે પરાઠા જોડે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rupal Shah
Rupal Shah @gurudevdutt1
પર

ટિપ્પણીઓ

Similar Recipes