પાત્રા  (Patra Recipe In Gujarati)

Dhaval Chauhan
Dhaval Chauhan @CookingEngineer

#RC4
પાત્રા ને આમ તો બેસન અને મસાલા થી બનાવેલા ખીરા ને ચોપડી ને બનાવાય છે પણ અડદ ની દાળ ના ખીરા વાળા પાત્રા ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. અડદ ને બદલે ચોળા કે મગ ની દાળ અથવા તો મિક્સ દાળ નું ખીરું પણ વાપરી શકાય.

પાત્રા  (Patra Recipe In Gujarati)

#RC4
પાત્રા ને આમ તો બેસન અને મસાલા થી બનાવેલા ખીરા ને ચોપડી ને બનાવાય છે પણ અડદ ની દાળ ના ખીરા વાળા પાત્રા ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. અડદ ને બદલે ચોળા કે મગ ની દાળ અથવા તો મિક્સ દાળ નું ખીરું પણ વાપરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 10-15પાત્રા માટે અળવી ના પાન
  2. 1 કપબેસન
  3. મીઠું સ્વાદ મુજબ
  4. 1 ચમચીગોળ કે ખાંડ
  5. 1લીંબુ નો રસ કે / 1 ચમચી આંબલી નું પાણી
  6. હીંગ
  7. 1/4 ચમચીહળદર
  8. 1 ચમચીઆદુ-મરચાં-લસણ ની પેસ્ટ
  9. 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  10. વધાર માટે
  11. 2 ચમચીતેલ
  12. 1 ચમચીરાઈ
  13. 1.5 ચમચીતલ
  14. 7-8મીઠા લીમડા ના પાન
  15. 2 ચમચીશીંગદાણા
  16. 1 ચમચીકોપરા નું છીણ
  17. અડદ ની દાળ ના ખીરા ચોપળેલા પાત્રા માટે
  18. 1 કપઆશરે 5-6કલાક અડદ ની દાળ પલાળી ને 6-7 કલાક આથો આવવા દેવું
  19. 1/2 ચમચીમરી પાઉડર
  20. 1/2 ચમચીજીરું
  21. મીઠું સ્વાદ મુજબ
  22. ચપટીસોડા
  23. લાલ મરચું પાઉડર
  24. મેથીયો મસાલો

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ અળવી ના પાન ને બરાબર ધોઈ ને રગ કાપી લેવી.

  2. 2

    બેસન મા મીઠું, હળદર, મરચું પાઉડર, આદુ મરચાં લસણ ની પેસ્ટ, 2 ચમચી તેલ, ગોળ, આંબલી નો pulp, ચપટી હીંગ વગેરે ઉમેરી પાણી થી ઘટ્ટ ખીરું બનાવી દો.

  3. 3

    આ ખીરું અળવી ના પાન ના પાછલા ભાગે બરાબર લગાવી એક ઉપર એક મૂકતાં જઈ 4-5 પાન નું બીડું બનાવી લો.

  4. 4

    પછી તેને સ્ટીમર માં 15-20 મિનિટ બાફી લો. ચપ્પુ ની મદદ થી ચેક કરી શકાય અંદર થી બહાર આવતા જો સ્વચ્છ ચપ્પુ બહાર આવે તો બરાબર ચઢી ગયા. ઠંડા થયા બાદ એકસરખા આકાર માં સમારી લો.

  5. 5

    હવે એક પેન માં 2 ચમચી તેલ લઈ રાઈ, તલ, શીંગદાણા, મીઠા લીમડા ના પાન, હીંગ નો વઘાર કરી ને પાત્રા ને ઉમેરી ને બરાબર મિક્સ કરી ને ગરમાગરમ સર્વ કરો.

  6. 6

    અડદ ના ખીરા વાળા પાત્રા માટે

  7. 7

    આથો આવેલા અડદ ના ખીરા મા મીઠું, મરી પાઉડર, જીરું, 1 ચમચી તેલ, ચપટી સોડા ઉમેરી ને આ ઘટ્ટ ખીરું અળવી ના પાન પર ચોપળતા જઈ બીડું વાળો.

  8. 8

    પછી આ બીડા ને સ્ટીમર માં 15-20 મિનિટ બાફી લો.

  9. 9

    ગરમાગરમ માં જ સમારી ઉપર થી તેલ અને લાલ મરચું પાઉડર કે મેથીયો મસાલો લઈ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dhaval Chauhan
Dhaval Chauhan @CookingEngineer
પર

Similar Recipes