મેંગો મઠો (Mango Matho Recipe in Gujarati)

Mamta Pathak
Mamta Pathak @cook_27768251
Gandhinagar

ઉનાળાની ઋતુ પૂરી થતાં જ કેરીની સીઝન પણ પૂરી થઈ જાય છે . પરંતુ ઘણી કેરી વરસાદમાં પાકે છે અને તેમાં જીવાત પણ પડતી નથી. ઉત્તર પ્રદેશમાં થતી ચૌસા કેરી જુલાઈ , ઓગસ્ટ મહિનામાં પાકે છે. તે સ્વાદ અને સુગંધ માટે વિખ્યાત છે. મેં ચૌસા કેરીમાંથી મઠઠો બનાવ્યો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મીનીટ
૨ વ્યક્તિ
  1. ૫૦૦ ગ્રામ - દહીં
  2. ૫૦૦ ગ્રામ - ચૌસા કેરી
  3. ૨૫૦ ગ્રામ - ગાંગડા સાકર

રાંધવાની સૂચનાઓ

૧૦ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ દુધને ધીમા તાપે ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળીને ઠંડું થાય પછી મેળવી દેવું. આ રીતે દહીં મેળવીએ તો દહીંમાંથી પાણી નિતારવાની જરૂર નથી.

  2. 2

    દહીંને વલોવી લેવું.

  3. 3

    ચૌસા કેરીને સમારી લેવી. સાકરને અધકચરી ખાંડી લેવી. કેરી અને સાકરને મિક્સરમાં સાથે પીસી લેવા.

  4. 4

    હવે દહીંમાં કેરીના પલ્પને ઉમેરીને બરાબર હલાવવું. ત્યારબાદ મઠઠાને ફ્રિજમાં ૨/૩ કલાક ઠંડો થવા દેવો. ત્યારબાદ સર્વ કરવો.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mamta Pathak
Mamta Pathak @cook_27768251
પર
Gandhinagar

ટિપ્પણીઓ

Similar Recipes