પનીર ચીઝી ભાખરી પીઝા (Paneer Cheesy Bhakhri Pizza Recipe In Gujarati)

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi

#EB
#week13

પીઝા એ બાળકો નું ફેવરીટ ફાસ્ટ ફૂડ છે. પણ એને જો હેલ્ધી રીતે બાળકો ને આપવામાં આવે તો!!!
હા, આ ભાખરી પીઝા એ બાળકો માટે પીઝા નું એક હેલ્ધી વર્ઝન છે જેમાં ન તો મેંદો, યીસ્ટ, બેકીંગ પાઉડર કે બેકીંગ સોડા નો ઉપયોગ થાય છે. અને આ પીઝા તમે તવા પર પણ આસાની થી બનાવી શકો છો.
અને આ પીઝા નાના મોટા સૌને ભાવશે.

પનીર ચીઝી ભાખરી પીઝા (Paneer Cheesy Bhakhri Pizza Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#EB
#week13

પીઝા એ બાળકો નું ફેવરીટ ફાસ્ટ ફૂડ છે. પણ એને જો હેલ્ધી રીતે બાળકો ને આપવામાં આવે તો!!!
હા, આ ભાખરી પીઝા એ બાળકો માટે પીઝા નું એક હેલ્ધી વર્ઝન છે જેમાં ન તો મેંદો, યીસ્ટ, બેકીંગ પાઉડર કે બેકીંગ સોડા નો ઉપયોગ થાય છે. અને આ પીઝા તમે તવા પર પણ આસાની થી બનાવી શકો છો.
અને આ પીઝા નાના મોટા સૌને ભાવશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ભાખરી બનાવવા માટે:
  2. ૧ કપઘઉં નો લોટ
  3. ૧ ટે સ્પૂનતેલ
  4. પાણી જરૂર મુજબ
  5. ટોપીંગ માટે
  6. ટોમેટો કેચઅપ
  7. ઝીણી સમારેલી ડુંગળી
  8. ઝીણું સમારેલું કેપ્સીકમ
  9. ૨ ચમચીબાફેલા મકાઈ દાણા
  10. ૧ ચમચીઓલીવ્સ
  11. ચીલી ફ્લેકસ જરૂર મુજબ
  12. ઓરેગાનો જરૂર મુજબ
  13. ૧ ક્યુબ ચીઝ
  14. ૧ ચમચીબટર
  15. ૫૦ ગ્રામ પનીર ના નાના ટૂકડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઘઉં ના લોટ માં તેલ નું મોણ મૂકી જરૂર મુજબ પાણી ઉમેરી કડક કણક તૈયાર કરવી. હવે ભાખરી વણી બંને બાજુ શેકી લેવી

  2. 2

    હવે એક કડાઈ માં બટર મૂકી એમાં ડુંગળી, કેપ્સીકમ, મકાઈ અને પનીર સાંતળી લેવું

  3. 3

    હવે ભાખરી ઉપર કેચઅપ લગાવી ઉપર ટોપીંગ મૂકી ચીઝ છીણવું ઉપર ઓલીવ્સ મૂકવાં

  4. 4

    હવે પેન ગરમ કરી એમાં ભાખરી પીઝા મૂકી ધીમા તાપે ચીઝ મેલ્ટ થાય અને નીચે થી ક્રીસ્પી થાય ત્યાં સુધી કૂક કરવું

  5. 5

    હવે પીઝા કટ કરી કેચઅપ સાથે સર્વ કરવાં

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
પર
My Blog: https://www.sachirecipe.com/
વધુ વાંચો

Similar Recipes