પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)

Vaishali Thaker
Vaishali Thaker @Vaishali_0412
મુંબઈ

#MRC
#Cookpadindia
#Cookpadgujrati
#Butter Pav Bhaji
#Mumbai street Food
પાવભાજી એક પ્રમુખ પશ્ચિમ ભારતીય મહારાષ્ટ્રની ખુબ જ પ્રચલીત વાનગી છે. ખાસ કરીને મુંબઈની પાવભાજી વિશ્વમાં પ્રસિદ્ધ ગણાય છે.પાવભાજી શબ્દ મરાઠી ભાષામાં પાવ અને ભાજી પર થી આવેલ છે.પાવ એક પ્રકારની ડબ્બલ રોટી ગણાય છે અને ભાજી એટલે વિવિધ શાકભાજી નો ઉપયોગ કરી બનાવવામાં આવતી ભાજી. પરંતુ મુંબઈની સ્ટ્રીટ પર અને હોટલમાં એક અલગ પ્રકાર થી આ ભાજી બનાવવામાં આવે છે. આજે મેં પણ અહીં એજ રીતે અહીં પાવભાજી બનાવેલ છે.. ચાલો મિત્રો ફટાફટ રેસીપી નોંધ લો..

પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)

#MRC
#Cookpadindia
#Cookpadgujrati
#Butter Pav Bhaji
#Mumbai street Food
પાવભાજી એક પ્રમુખ પશ્ચિમ ભારતીય મહારાષ્ટ્રની ખુબ જ પ્રચલીત વાનગી છે. ખાસ કરીને મુંબઈની પાવભાજી વિશ્વમાં પ્રસિદ્ધ ગણાય છે.પાવભાજી શબ્દ મરાઠી ભાષામાં પાવ અને ભાજી પર થી આવેલ છે.પાવ એક પ્રકારની ડબ્બલ રોટી ગણાય છે અને ભાજી એટલે વિવિધ શાકભાજી નો ઉપયોગ કરી બનાવવામાં આવતી ભાજી. પરંતુ મુંબઈની સ્ટ્રીટ પર અને હોટલમાં એક અલગ પ્રકાર થી આ ભાજી બનાવવામાં આવે છે. આજે મેં પણ અહીં એજ રીતે અહીં પાવભાજી બનાવેલ છે.. ચાલો મિત્રો ફટાફટ રેસીપી નોંધ લો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ
4 થી 6 વ્યકિત
  1. 100 ગ્રામફ્લાવર બાફેલ
  2. 4-5 નંગબટાકા બાફેલા
  3. 100 ગ્રામવટાણા
  4. 2 નંગટામેટાં બારીક સમારેલ
  5. 3 નંગકેપ્સીકમ બારીક સમારેલ
  6. 1/2 નંગલીંબુ નો રસ
  7. 5-6 નંગડુંગળી બારીક સમારેલી
  8. જરુર મુજબ બારીક સમારેલી કોથમીર
  9. 7-8 નંગલસણની પેસ્ટ (લાલ મરચું પાઉડર સાથે રેડી કરેલ)
  10. 1 ચમચીઅદ્ર્કની પેસ્ટ
  11. મસાલા ⬇️
  12. 4 ચમચીલાલ મરચું પાઉડર
  13. 1 મોટો ચમચોપાવ ભાજી મસાલા
  14. 2 ચમચીકસુરી મેથી
  15. સ્વાદ પ્રમાણેમીઠું
  16. ફ્રાય કરવા માટે ⬇️
  17. 4-5 ચમચીઘી અથવા બટ્ટર
  18. સર્વ ⬇️
  19. જરુર મુજબ બટ્ટર પાવ
  20. ગાર્નિશ ⬇️
  21. જરુર મુજબ બારીક સમારેલી કોથમીર
  22. 2-3 ચમચીબટ્ટર
  23. લીંબુ ની સ્લાઈસ
  24. બારીક સમારેલી ડુંગળી

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ ફ્લાવર અને બટેટાનાં મોટા પિસીસ કટ કરો અને પાણીમાં ધોઈને સ્વચ્છ કરી કુકરમાં 2 થી 3 વિહ્સ્લ આપવી.

  2. 2

    હવે આપણે ડુંગળી,કેપ્સીકમ, ટામેટાં બારીક સમારી લેવાં. લસણ ની લાલ મરચું પાઉડર સાથે પેસ્ટ બનાવી. અદ્ર્ક ની પેસ્ટ રેડી કરવી.

  3. 3

    હવે એક પેન માં 3 થી 4 ચમચી ઘી અથવા બટ્ટર નાંખી ગૅસ પર ગરમ કરી તેમાં બારીક સમારેલ ડુંગળી 1 મિનીટ સુધી સાંતળવી.ત્યાર બાદ તેમાં બારીક સમારેલ ટામેટાં,કેપ્સીકમ, મિક્સ કરી સરસ રીતે સાંતળી લેવાં. હવે તેમાં લીલાં વટાણા મિક્સ કરી ધીમા તાપે સિજ્વા દો. વટાણા સોફ્ટ થાય એટલે લસણી,અદ્ર્ક ની પેસ્ટ, 2 ચમચી કસુરી મેથી નાંખી બીજી 2 થી 3 મિનીટ ધીમા તાપે બધુ બરાબર હલાવી સાંતળી લેવું.
    ત્યાર બાદ સિજેલા વેજીટેબલસ ને સ્મેચ કરી લેવાં.

  4. 4

    મસાલો કરવા માટે (ઘટક માં બતાવેલ પ્રમાણે બધા મસાલા ભાજી સાથે મિક્સ કરી લેવાં.
    હવે બાફેલ બટાકા,ફ્લાવર સ્મેચ કરી તેમાં મિક્સ કરો અને લીંબુ નો રસ,અને સ્વાદ પ્રમાણે મીઠું નાંખી 2 ગ્લાસ પાણી નાખી ભાજી ની ગ્રેવી રેડી કરવી.
    હવે ભાજી ને કવર કરી ગૅસ ની ફ્લેમ સ્લો કરી 5 મિનિટ સુધી ઉકળવા દો. આમ કરવાથી બધાં મસાલા ભાજી સાથે મિક્સ થઈ જાય છે અને ભાજી થિક થાય એટલે ગેસ બંધ કરી દો.

  5. 5

    ગરમા ગરમ ભાજી ને બટ્ટર,લીંબુ ની સ્લાઈસ, બારીક સમારેલી કોથમીર અને ડુંગળી થી ગાર્નિશ કરો. અને બટ્ટર માં રોસ્ટ કરેલ પાવ સાથે,પરાઠા,રોટલી સાથે,અને સલાડ અથવા રાયતાં સાથે સર્વ કરો.

  6. 6

    બનીને રેડી છે મુંબઈ સ્ટ્રીટ ફુડ- મુંબઈની બટ્ટર પાવ ભાજી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishali Thaker
Vaishali Thaker @Vaishali_0412
પર
મુંબઈ
i am a tution teacher for all stds of students..as well as housewife..i love cooking because cooking is my pasion..😊😊
વધુ વાંચો

Similar Recipes