સાબુદાણા બટાકા ના પાપડ (Sabudana Bataka Papad Recipe Gujarati)

Jayshree G Doshi
Jayshree G Doshi @cook_27788835

#ff1
#non fried Ferrari recipe

શેર કરો

ઘટકો

એક કલાક
આઠ વ્યક્તિ
  1. 250 ગ્રામ બટાકા
  2. 500 ગ્રામસાબુદાણા
  3. સ્વાદ મુજબ સિંધવ
  4. 1 ચમચીશેકેલા જીરાનો પાઉડર
  5. 1 ચમચીલીલા મરચાની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    સાબુદાણાને પાણીથી ધોઈ ને પલાળી દેવા.સાબુદાણા ઉપર એક ઇંચ જેટલું પાણી રેડી overnight પલાળવા.

  2. 2

    સવારે સાબુદાણા છૂટા સરસ થઈ જશે. બટાકાને કૂકરમાં બાફી લો. તેને ખમણીથી ખમણી લેવા. સાબુદાણા ઢોકળીયામાં ઢોકળા મુકે તેમ ચારણી માં બાફવા મૂકવા. ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી સાબુદાણાને રાખવા. ગેસ બંધ કરો.

  3. 3

    પછી બટાકાને સાબુદાણા મિક્સ કરી તેમાં મરચાની પેસ્ટ,શેકેલા જીરાનો પાઉડર, સિંધવ નાખી હલાવી દો.

  4. 4

    ધાબા પર તડકામાં પ્લાસ્ટિક ઉપર 1/2 ચમચો ખીરું લઈ ચમચાની મદદથી પાતરું કરો. એક-બે દિવસમાં પાપડ સરસ સુકાઈ જાય છે. પછી તેને ડબ્બામાં ભરી બાર મહિના સુધી સરસ રહે છે. જ્યારે ખાવું હોય ત્યારે તેને તળીને ખાઈ શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree G Doshi
Jayshree G Doshi @cook_27788835
પર

ટિપ્પણીઓ

Similar Recipes