ફરાળી સાબુદાણા વડા (Farali Sabudana Vada Recipe In Gujarati)

Mitixa Modi
Mitixa Modi @MitixaModi01

#EB
#ff2
#week15
#cookpadindia
#cookpadguj
#Fastingrecipe
#friedrecipe

આ પ્રખ્યાત ફરાળી વાનગી મહારાષ્ટ્રીયન રાંધણકળાની અતિ પ્રચલિત વાનગી છે. તે ઓછા સમયમાં તૈયાર કરી ઝટપટ નાસ્તા તરીકે કે પછી સંપૂર્ણ ભોજન તરીકે દહીં અને ચટણી સાથે પીરસી શકાય છે.

ફરાળી સાબુદાણા વડા (Farali Sabudana Vada Recipe In Gujarati)

#EB
#ff2
#week15
#cookpadindia
#cookpadguj
#Fastingrecipe
#friedrecipe

આ પ્રખ્યાત ફરાળી વાનગી મહારાષ્ટ્રીયન રાંધણકળાની અતિ પ્રચલિત વાનગી છે. તે ઓછા સમયમાં તૈયાર કરી ઝટપટ નાસ્તા તરીકે કે પછી સંપૂર્ણ ભોજન તરીકે દહીં અને ચટણી સાથે પીરસી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ લોકો
  1. ૧૫૦ ગ્રામ પલાળેલા સાબુદાણા
  2. ૧૦૦ ગ્રામ મેશ કરેલા બાફેલા બટાકા
  3. ૫ ટેબલ સ્પૂનશેકેલા શીંગદાણા થોડા અધકચરા પાઉડર
  4. ૨ ટેબલ સ્પૂનલીંબુ નો રસ
  5. ૨ ટેબલ સ્પૂનખાંડ
  6. ૧ ટેબલ સ્પૂનસફેદ તલ
  7. ૧ ટી સ્પૂનઅધકચરું જીરું
  8. ૧ ટેબલ સ્પૂનમરી પાઉડર
  9. સ્વાદ પ્રમાણેસિંધવ મીઠું
  10. સ્વાદ પ્રમાણેવાટેલા આદુ મરચાં
  11. થોડાકાજુ અને કીસમીસ
  12. ચપટીબેકિંગ સોડા

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સાબુદાણા ૩ વાર પાણી થી વોશ કરી લેવા.
    ૫ કલાક પલાળવા.બટાકા ને બાફી ને મેશ કરી લેવા. ૨ ટેબલ સ્પૂન જેવા સાબુદાણા સાઇડ પર કાઢવા.

  2. 2

    હવે એક બાઉલ માં પલાળેલા સાબુદાણા, બટાકા અને બીજી બધી સામગ્રી એડ કરી ને મેદુવડા ના શેપ આપી ને પેલા સાઇડ પર રાખેલા સાબુદાણા લગાવી ને ગરમ તેલ માં ફ્રાય કરવા.ગેસ ને medium flame પર રાખી બધા વડા ફ્રાય કરવા. સ્વીટ દહીં સાથે મૈ સર્વ કર્યા છે.

  3. 3

    સાઇડ પર રાખેલા સાબુદાણા લાગવાથી ટેક્ષચર સરસ આવે છે.

  4. 4

    નોંધ : ચપટી જ બેકિંગ સોડા નાખવાથી વડા નો કલર સરસ બ્રાઉન આવે અને ક્રિસ્પી બને છે વધુ સોડા પડશે તો વડા છૂટી જશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mitixa Modi
Mitixa Modi @MitixaModi01
પર

Similar Recipes