સાબુદાણા વડા બોંબ (Sabudana Vada Bomb)

Vaibhavi Boghawala
Vaibhavi Boghawala @zaikalogy
Kuwait

#EB
#Week15
#ff2
#cookpadindia
#cookpadgujarati
#sabudanavada
#sabudana
#farali
#vada

સાબુદાણા વડા, જેને 'સાબુ વડા' પણ કહેવામાં આવે છે, તે મહારાષ્ટ્ર ના પરંપરાગત ડીપ ફ્રાઇડ ભજીયા છે. તેને મસાલેદાર લીલી ચટણી અને ગરમ ચા સાથે પીરસવામાં આવે છે. તે મોટે ભાગે ધાર્મિક તહેવારો દરમિયાન અને ઉપવાસ/વ્રત વખતે ખાવા માં આવે છે.

અમારા ઘર માં ઉપવાસ ની ફરાળી વાનગીઓ માં સામાન્ય રીતે વપરાતા ધાણાજીરું, લાલ મરચું, ગરમ મસાલો, વેગેરે મસાલા, અને અમુક શાકભાજીઓ જેવા કે ટામેટા, કોથમીર, ગાજર, કેપ્સિકમ વગેરે નો વપરાશ નિષેધ છે. એટલા માટે ફરાળી વાનગીઓ માં નવીનતા લાવવી ખૂબ જ પડકાર રૂપ છે.

અહીં પ્રસ્તુત સાબુદાણા વડા બોંબ પરંપરાગત સાબુદાણા વડા અને દહીં કબાબ નું ફયુઝન છે જેમાં બહાર નું લેયર સાબુદાણા વડા નું છે અને અંદર નું ફીલિંગ હંગ કર્ડ માંથી બનાવ્યું છે. તે બહાર થી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ એન્ડ ક્રીમી હોય છે અને ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સાથે ચટણી પ્રસ્તુત કરી છે જે ફરાળ માં ખાઈ શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
3 વ્યક્તિ
  1. ➡️ વડા ના મિશ્રણ માટે ના ઘટકો:-
  2. 1 કપસાબુદાણા
  3. 4બાફેલા બટાકા નો માવો (મીડીયમ સાઈઝ ના)
  4. 5-6જીણા સમારેલા લીલા મરચાં
  5. 1 tspજીરું
  6. 1 tspચોપ કરેલું આદુ
  7. 1/4 tspમરી પાવડર
  8. 1 tbspચોપ્ડ કરી લીવ્ઝ
  9. 1 tbspલીંબુ નો રસ
  10. 1 tbspખાંડ
  11. 3/4 કપરોસ્ટેડ પીનટ્સ (છોલી ને અધકચરા વાટેલા)
  12. સિંધવ મીઠું સ્વાદ પ્રમાણે
  13. તેલ તળવા માટે
  14. ➡️ ફિલિંગ માટે ના ઘટકો:-
  15. 1 કપહંગ કર્ડ
  16. 1/4 tspમરી પાવડર
  17. 1/4 tspજીરા પાવડર
  18. 1/4 tspડ્રાય ફુદીના પાવડર
  19. સિંધવ મીઠું સ્વાદ પ્રમાણે
  20. ➡️ ફરાળી ચટણી માટે ના ઘટકો:-
  21. 1/4 કપખમણેલું લીલું નારિયળ
  22. 2 tbspશેકેલા શીંગ દાણા
  23. 1નાનો ટુકડો આદુ
  24. 2 નંગલીલા મરચાં
  25. 1/4 tspજીરું
  26. 12-15મીઠા લીમડા ના પાન
  27. 30-35તાજા ફુદીના ના પાન
  28. 3 tbspમોળું દહીં
  29. 1/2લીંબુ નો રસ
  30. પાણી (ચટણી ની કન્સીસ્ટન્સી પ્રમાણે)
  31. સિંધવ મીઠું જરૂર પ્રમાણે
  32. ➡️ ચટણી ના વઘાર માટે ના ઘટકો:-
  33. 1 tbspતેલ
  34. 1/2 tspજીરું
  35. 1 tspતલ
  36. 5-6મીઠા લીમડા ના પાન
  37. 1લીલું મરચું (ઉભું સમારેલું)

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    પૂર્વ તૈયારીઓ:
    - હંગ કર્ડ બનાવવા માટે એક બાઉલ ઉપર સ્ટ્રેનર મૂકી તેમાં કપડું પાથરો. કપડાં માં 1 1/2 કપ ફૂલ ફેટ મોળું દહીં મૂકી તેની પોટલી બનાવો. પોટલી ને દબાવી જેટલું પાણી કાઢી શકાય તેટલું કાઢી લો. હવે પોટલી ને ફ્રિજ માં 10-12 કલાક માટે લટકાવી દો, નીચે વાસણ મુકો જેમાં દહીં માંથી ટપકતું પાણી ભેગું થશે. ફ્રિજ માં મુકવા થી દહીં ખાટ્ટું નહિ થાય. હવે કપડું ખોલી મસ્કાને એક બાઉલ માં લઇ લો. હંગ કર્ડ તૈયાર છે.
    - સાબુદાણા ને 3-4 પાણી એ ધોઈ ને એક પહોળા વાસણ માં 1 કપ પાણી લઇ તેમાં 5-6 કલાક માટે પલાળી દો.

  2. 2

    ફિલિંગ બનાવવા માટે ઉપર તૈયાર કરેલા હંગ કર્ડ માં ઉપર જણાવેલ ફીલિંગ ના બધા ઘટકો ઉમેરી ને બરાબર મિક્સ કરી લો. ફિલિંગ તૈયાર છે.

  3. 3

    વડા નું મિશ્રણ બનાવવા માટે એક બાઉલ માં પલાળેલા સાબુદાણા, આદુ, લીલા મરચાં, જીરું, મરી પાવડર, કરી લિવ્સ, અધકચરા વાટેલા શીંગ દાણા અને સ્વાદ મુજબ સિંધવ મીઠું ઉમેરી બધું બરાબર હલકા હાથે મિક્સ કરી લો. હવે તેમાં બાફેલા બટાકા નો માવો, ખાંડ અને લીંબુ નો રસ ઉમેરી મિક્સ કરો. વડા નું મિશ્રણ તૈયાર છે.

  4. 4

    હવે વડા બનાવવા માટે હથેળી ઉપર પાણી લગાવી તેની ઉપર વડા નું થોડું મિશ્રણ લઇ તેને થાપી લો. વડા ની જોઈતી સાઈઝ પ્રમાણે મિશ્રણ લેવું. હવે તેની ઉપર તૈયાર કરેલું 1/2 tsp ફિલિંગ મૂકી ને બધી બાજુ થી બંધ કરી દો અને વડા ને હલકા હાથે થાપી ને સરખો આકાર આપો. આ રીતે બધા વડા તૈયાર કરો અને ગરમ તેલ માં મીડીયમ ફ્લેમ પર ગોલ્ડન બ્રોવન તળી લો. સાબુદાણા વડા બોંબ તૈયાર છે.

  5. 5

    ફરાળી ચટણી માટે ઉપર જણાવેલ ચટણી ના બધાં ઘટકો એક મીક્ષી જાર માં લઇ પીસી લો. હવે એક વઘારિયું મૂકી એમાં તેલ ગરમ કરો. એમાં જીરું, તલ, લીલું મરચું અને મીઠા લીમડા ના પાન નાખી તેને તૈયાર કરેલી ચટણી ઉપર રેડીને મિક્સ કરી લો. ફરાળી ચટણી તૈયાર છે.

  6. 6

    તૈયાર છે બહાર થી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ એન્ડ ક્રીમી એવા સ્વાદિષ્ટ ફરાળી સાબુદાણા વડા બોંબ. તેને ફરાળી ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરો. ઈચ્છા મુજબ પ્લેટિંગ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaibhavi Boghawala
પર
Kuwait
Cooking is my passion ❤️ I love to explore new food dishes & places too ... always ready to try new recipes 💃💃
વધુ વાંચો

Similar Recipes