ચોકલેટ કોકોનટ કૂકીસ (Chocolate Coconut Cookies recipe in Gujarat

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#cr
#cookpadgujarati
#cookpadindia
કોકોનટ માંથી ઘણી બધી મીઠાઈઓ અને ફરસાણ બનાવી શકાય છે. મેં આજે કોકોનટ વાળી કૂકીસ બનાવી છે. કોકોનટ ફૂકીસ ને થોડી વધુ ટેસ્ટી બનાવવા માટે મેં તેની સાથે ચોકલેટ પણ ઉમેર્યું છે. આ ફૂકીસમાં ચોકલેટ અને કોકોનટનો મિક્સ ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. આ ફૂકીસને ઓવનમાં કે ઓવન વગર પણ ખુબ જ સરસ અને ઓછા ઇંગ્રીડીયન્સથી બનાવી શકાય છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

30 મીનીટ
10-12 ફૂકીસ
  1. 1/2 કપધી
  2. 3/4 કપદળેલી ખાંડ
  3. 1/2 કપમેંદો
  4. 1/2 કપઘઉંનો લોટ
  5. 1/2 કપસુકા ટોપરાનું ઝીણું ખમણ
  6. 1/4 કપકોકો પાવડર
  7. 1/2 Tspબેકિંગ પાવડર
  8. 1 Tbspદૂધ
  9. ગાર્નિશીંગ માટે ચોકલેટ સોસ

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    એક બાઉલમાં દળેલી ખાંડ લઈ તેમાં ઘી ઉમેરવાનું છે.

  2. 2

    ઘી અને ખાંડ ને બરાબર રીતે મિક્સ કરી ૨ થી ૩ મિનિટ માટે ફીણવાનું છે.

  3. 3

    હવે તેમાં ઘઉંનો લોટ, મેંદો અને સુકા ટોપરાનું ખમણ ઉમેરવાનું છે.

  4. 4

    ત્યારબાદ તેમાં કોકો પાવડર અને બેકિંગ પાઉડર ઉમેરવાનો છે અને બધું બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે.

  5. 5

    હવે તેમાં થોડું દૂધ ઉમેરી લોટ બાંધી લેવાનો છે.

  6. 6

    તૈયાર કરેલા લોટના એકસરખા લુઆ કરી, તેના બોલ બનાવી હાથથી થોડું દબાવી તેને ફ્લેટ કરવાના છે.

  7. 7

    હવે તેને સુકા ટોપરાના ખમણમાં ડીપ કરી તેના વડે કોટ કરવાનું છે. અને બેકિંગ ટ્રે પર તૈયાર કરવાનું છે.

  8. 8

    પ્રિહીટેડ ઓવનમાં 180° ડિગ્રી પર બાર થી પંદર મિનિટ માટે બેક કરવાનું છે.

  9. 9

    જેથી ચોકલેટ કોકોનટ કૂકીસ બેક થઈને તૈયાર થઇ જશે. જેને ઓવનમાંથી બહાર કાઢી ઠરી જાય એટલે તેના પર ચોકલેટ સોસ લગાવી તેના પર કોકોનટ નું ખમણ છાટી સર્વ કરી શકાય.

  10. 10

    ચોકલેટ સોસ અને ડ્રાય કોકોનટ ખમણ ને લીધે તેનો ટેસ્ટ વધુ સારો આવે છે.

  11. 11
  12. 12
  13. 13

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes