બેસન કે લડ્ડુ (Besan Laddu Recipe In Gujarati)

asharamparia
asharamparia @Asharamparia

#PR

પર્યુષણ પર્વ પર મગસ, મોહનથાળ, ચુરમા ના લાડુ જેવી ટ્રેડિશનલ મીઠાઈ પણ બનતી હોય છે. આજે મેં અહીં ઘાબો દેવાની કે તળવાની ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ બેસન લડડુ બનાવાની રેસીપી શેર કરી છે. લોટ સેકવા માં થોડી તકેદારી રાખી ને એકદમ પરફેક્ટ બેસન લડડુ સરળતાથી અને ઝડપથી બની જશે. ચણાના ઝીણા/ રેગ્યુલર લોટ માંથી જ લાડુ બનાવવા ની રીત નીચે આપેલ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩/૪ કપ ઘી
  2. ૪ કપચણાનો લોટ
  3. ૧⅓ કપ ખાંડ નો પાઉડર
  4. ૧/૨ ચમચીઇલાયચી પાઉડર
  5. ડ્રાયફ્રુટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    નોનસ્ટિક કડાઈમાં અથવા જાડા તળિયા વાળી કડાઈમાં લો ફલેમ પર ઘી ગરમ કરી લોટ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સેકી લેવો.

  2. 2

    લોટ સેકાઈ જાય એટલે ઠંડો કરવા માટે મિકસીગ બાઉલ માં કાઢી લેવો. સેકેલો લોટ ઠંડો પડે એટલે તેમાં ખાંડ નો પાઉડર, ઇલાયચી પાઉડર ઉમેરીને મિક્સ કરી ફરી થોડીવાર રેસ્ટ આપવો.

  3. 3

    લગભગ 1/2 કલાક પછી તેમાં ડ્રાય ફ્રુટ ઉમેરી મિક્સ કરી નાનાં કે મોટી સાઈઝ ના લાડુ વાળી લેવા. તૈયાર છે ઈન્સ્ટન્ટ બેસન લડડુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
asharamparia
asharamparia @Asharamparia
પર

Similar Recipes