પાઇનેપલ ટૂટીફ્રૂટી મફીન્સ (Pineapple Tuttyfruity Muffins)

Palak Sheth
Palak Sheth @palaksfoodtech
Ahmedabad

મેં dear @Vivacook_23402382 Mrs. Viraj Vasavda સાથે ઝૂમ લાઇવમાં આ મફીન્સ ની રેસિપી શીખી. મફીન્સ ખૂબ જ સોફ્ટ, સ્પોન્ઝી અને ટેસ્ટી બન્યા. ઝૂમ લાઇવમાં એમણે સરસ રીતે સમજાવ્યું અને બહુ મજા આવી. Thank you for yummy recipe 🤗.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

30 મિનિટ
9-10 નંગ
  1. 1 કપમેંદો
  2. 1 ટીસ્પૂનબેકિંગ પાઉડર
  3. 1/2 ટીસ્પૂનબેકિંગ સોડા
  4. 1/2 કપદહીં (રુમ ટેમ્પરેચર વાળું)
  5. 1/2 કપદૂધ (રુમ ટેમ્પરેચર વાળું)
  6. 3/4 કપદળેલી ખાંડ
  7. 1/3 કપમિક્સ કલરની ટૂટીફ્રૂટી
  8. 1/4 કપવાસ વગરનું તેલ
  9. 1/2 ટીસ્પૂનપાઇનેપલ ઇમલ્ઝન
  10. 1/2 ટીસ્પૂનલીંબુનો રસ
  11. 2 ટીસ્પૂનકલરફૂલ સ્પ્રીન્કલર્સ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    મેંદો,બેકિંગ પાઉડર, બેકિંગ સોડા ભેગું કરી 2 વાર ચાળી લેવું. બીજા બાઉલમાં રૂમ ટેમ્પરેચર વાળું દહીં,તેલ અને દળેલી ખાંડ મિક્સ કરી બરાબર ફેંટવું. મનપસંદ એસેન્સ મીક્ષ કરવું. મેં અહીં પાઇનેપલ ઇમલ્ઝન વાપર્યું છે. જેમાં પાઇનેપલ ની ફ્લેવર અને કલર બન્ને હોય છે.

  2. 2

    મેંદાના મિશ્રણમાં ટૂટીફ્રુટી ઉમેરવી અને મિક્સ કરી લોટથી કોટ કરવી. ડ્રાય મિશ્રણને દહીંવાળા મિશ્રણમાં ઊમેરવું.

  3. 3

    જરૂર હોય તેમ દૂધ ઊમેરવું. છેલ્લે લીંબુનો રસ ઉમેરવો. કટ ફોલ્ડ મેથોડથી મીક્ષ કરવું. રીબીન કન્સીસ્ટન્સી જેવું ખીરૂ તૈયાર થઈ જાય એટલે પેપર કપમાં 3/4 ભરવું.

  4. 4

    170° પર 10 મિનિટ માટે પ્રિહિટેડ ઓવનમાં કે માઇક્રોવેવમાં કન્વેક્શન મોડ પર 20 મિનિટ માટે મફીન પ્લેટમાં કપ મૂકી બેક કરવા.ઉપર ટુટીફ્રુટી, કલરફૂલ સ્પ્રીન્કલર્સ થી સજાવવું.

  5. 5

    20 મિનિટ બાદ ટુથ પીક થી મફીન ચેક કરવા. સ્ટીક સાફ બહાર આવે ત્યારે થઇ ગયા સમજવા. મફીન ગરમ જ અથવા ઠંડા થાય એટલે સર્વ કરવા.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Palak Sheth
Palak Sheth @palaksfoodtech
પર
Ahmedabad
મારા ઘરનું રસોડું એ મારો સૌથી પસંદગીનો ખૂણો છે. કુકીંગ કરતા જાણે સરસ એવા કોઇ પ્રવાસ પર નીકળ્યા હોઇએ તેવું અનુભવાય. જ્યારે કોઈ વાનગી પહેલી વાર બનવાની હોય ત્યારે બનાવતા પૂરા ખોવાઇ જવું, અને બન્યા પછી વિચાર્યું હોય તેવું કે તેનાથી પણ સારું રિઝલ્ટ મળે ત્યારે થતા આનંદની મજા જ અલગ છે. જો વિચાર્યું તેવું ના મળે તો બને તેટલા જલ્દીથી ફેરફાર ફરી બનાવવાની ઉત્સુકતા પણ તેટલી જ હોય...
વધુ વાંચો

Similar Recipes