મેંગો લાવા કપ કેક(mango lava cake recipe in Gujarati)

મેંગો લાવા કપ કેક(mango lava cake recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા એક પેન લઈ ગેસ ઓન કરી તેમાં મેંગો પેસ્ટને ઉમેરી ધીમી આંચ પર ગરમ કરવા મુકો. થોડો રંગ બદલાય અને ખદખદે એટલે એમાં ૧/૨ લીંબુનો રસ નાખી હલાવો અને ૧ -૨ મિનિટ રાખી ઠંડુ પડવા મૂકી દો. અને એક બાજુ ઓવન ને ૧૦ મિનિટ માટે ૧૮૦ ડી સે પર પ્રી હિટ કરવા મૂકી દો.
- 2
એક બાઉલમાં ચાળણી મૂકી તેમાં મેંદો, બેકિંગ સોડા અને પાઉડર નાખી ચાળી લો. પછી તેમાં દૂધ ઉમેરી હલાવો.પછી તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરો અને તેને બરાબર મિક્ષ કરી લો.હેન્ડ બીટરથી મિક્સ કરો.અને એક સ્મૂથ બેટર બનાવી તેમાં મેંગો પેસ્ટ જે ઠંડી પાડવા મૂકી હતી તે અને તેલ ઉમેરીને બરાબર મિક્ષ કરીને બેટર તૈયાર કરી લો. લંપ્સ ન બને એનું ખાસ ધ્યાન રાખવું.
- 3
પછી બધા કપ્સ ને ગ્રીસ કરીને તેમાં બેટર 1/2 ભરવું જેથી તેને બેક થવાની જગ્યા મળે. પછી તે કપ કેકને પ્રિ હિટ કરેલા ઓવનમાં ૧૮૦ ડી સે પર ૧૦-૧૫ મિનિટ માટે બેક કરવા મૂકી દો. અને પછી ટૂથપિક નાખીને ચેક કરી લો કે બેક બરાબર થઈ છે કે નહીં. પછી તેને બહાર કાઢી લો.
- 4
દરેક કપ કેક માં વચ્ચેથી નાની ચમચી ની મદદ થી થોડી કેક કાઢીને જગ્યા કરીને જે વધારાની પેસ્ટ બનાવી હતી તે વચ્ચે ભરી દો અને ઉપર પણ એ પેસ્ટ લગાવી દો અને તૂટી ફ્રુટી ની મદદ થી ગાર્નિશ કરી લો અને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંગો ટુટી ફ્રુટી કેક (Mango Tutti Frutti Cake Recipe in Gujarati)
#WorldBakingDay#cooksnapweek મીઠી કેરીનો જીભ-ટિકલિંગ સ્વાદ કોને નથી ગમતો? ખરેખર, કેરી આપણા જીવન સાથે નજીકથી જોડાયેલી છે અને જ્યારે ઉનાળામાં મોસમમાં જોરદાર તડકો પડતો હોય છે, ત્યારે આપણે દરરોજ કેરી ને લગતી અલગ અલગ વાનગી બનાવતા જ હોઈએ છીએ. આ મેંગો ટુટી ફૂટી કેક તમારા કેરીના સંગ્રહમાં ઉમેરવાની બીજી એક આનંદપ્રદ રેસીપી છે. કેરીના અનિવાર્ય સ્વાદવાળી નરમ અને ફ્લફી કેક, દૂધ અને ડ્રાય ફ્રુટ ટૂટી ફૂટી ના સ્વાદ અને વેનીલાની રંગીનતા સાથે જોડાયેલું છે. આ કેક ટી ટાઈમ ની કેક છે...તો આ કેક ને ખાવાની લહેજત તો ટી સાથે જ માણવાની મઝા આવે છે...આ કેક તો બાળકો ની ખુબ જ પ્રિય છે..કારણ કે બાળકો ની ફેવરિટ ટૂટી ફૂટી નો સમાવેશ આ કેક માં કરેલો છે. Daxa Parmar -
મેંગો કેક
#મોમMother's Day નિમિત્તે આજે મેં મેંગો કેક બનાવી છે.મારા મમ્મીને હાફૂસ કેરી ખૂબ ભાવતી. કેરી માંથી બનેલ કોઈ પણ વાનગી કેરી નો રસ, કેરી નો આઈસ્ક્રીમ, કુલ્ફી તેને ભાવતી.તેને કેક પણ બહુ ભાવતી.તેથી મેં આજે તેની મનપસંદ હાફૂસ કેરી ની કેક બનાવી છે.dedicated to my mom. Jagruti Jhobalia -
રો રાઇપ મેંગો કેક(Raw Ripe Mango Cake Recipe In Gujarati)
#કૈરીમે કાચી અને પાકી કેરી બન્ને ની મીક્સ કોમ્બીનેશન વાળી કેક બનાવી જેનો એકદમ અલગ અને સરસ ટેસ્ટ આવે છે Shrijal Baraiya -
મેંગો કેક(Mango cake recipe in gujarati)
#કેરી. કેરી ની સિઝન માં ટેંગી મેંગો કેક બનાવી છે જે ઘઉં ના લોટમાંથી અને કડાઈ માં બનાવી છે જે હેલ્થી અને ટેસ્ટી લાગે છે. Dharmista Anand -
નો ઓવન વ્હીટ ચોકલેટ કેક(no oven wheat chocolate cake recipe in Gujarati)
#NoOvenBaking#Recipe3માસ્ટરશેફ નેહાની નો ઓવન બેકિંગ સિરીઝની ત્રીજી રેસીપી ઘઉં ની ચોકલેટ કેક બનાવી છે. ચોકલેટ કેક બનાવવા ની એકદમ સરળ રીત છે અને ખૂબ જલ્દી અને યમ્મી બને છે. અને હેલ્ધી પણ છે. Chandni Modi -
મેંગો મલાઈ કેક (Mango Malai Cake Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે મેં મેંગો મલાઈ કેક બનાવી છે મે તેમાં મલાઈ અને મેંગો નું મિશ્રણ કરી ને બનાવી છે.. એકદમ ટેસ્ટી બની છે.. Dharti Vasani -
મેંગો કેક (Mango Cake recipe in Gujarati)
કેરી એ ફળો નો રાજા છે. અને એ અમારા ઘરમાં બધાનું સૌથી વધારે ભાવતું ફળ છે. જ્યારે તેની સીઝન હોય ત્યારે, એમાંથી હું ઘણી બધી અલગ વસ્તુઓ બનાવતી હોવું છું. આ વખતે મેં પહેલી વાર મેંગો કેક પણ બનાવી. ખુબજ સોફ્ટ અને એકદમ ટેસ્ટી બની છે. મને કી્મ વાળી કેક બહુ ભાવતી નથી એટલે મેં મારા માટે સાદી કી્મ વગરની, અને બીજી કી્મ વાળી એમ બે નાની નાની કેક બનાવી. બધીને એ કી્મ વગરની સાદી કેક પણ ખુબ જ ભાવી. કી્મ વાળી કેક તો બહુ જ સરસ હતી. બંને એકદમ સરસ સોફ્ટ અને ટેસ્ટી બની હતી. તમને પણ ગમે તો તમે પણ જરુર થી ટા્ય કરજો, અને મને જણાવજો કે કેવી બની?#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
વેનીલા રોઝ મિલ્ક કેક(vanila rose milk cake recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૧૩ઘરમાં વિપ્ડ ક્રીમ અને બટર ન હોય તો પણ કેક બની શકે છે.. એમ તો હું પ્રોફેશનલ નથી પણ કેક મારી દીકરીને બહુ જ ભાવે એટલે દર વખતે બહારની ક્રીમથી ભરેલી કેક તો ન ખવાય ને !! એટલે ઘરે બનાવવાનો પ્રયત્ન કરું અને એ ધરાઈને ખાય એટલે હું ખુશ!!!આજે હું લઈને આવી છું વિપ્ડ ક્રીમ અને બટર વગરની કેક .... Khyati's Kitchen -
મેંગો લાવા કેક
ચોકો લાવા કેક તો બધા ઍ ખાધી જ હસે.આજે મે મેંગો લાવા કેક બનાવી છે જેમા મે વાઈટ ચોકલેટ અને મેંગો ના પલ્પ નો ઉપયોગ કર્યો છે. Voramayuri Rm -
ખજૂર કપ કેક (khajur cup cake recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૨૦બટર, ખાંડ અને મેંદા વગરના હેલ્ધી મફીન્સ. Khyati's Kitchen -
નો બેક મેંગો ચીઝ કેક (No Bake Mango Cheese Cake Recipe In Gujarati)
ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને કેરી પણ આવી ગઈ છે તો કેરી માંથી અલગ અલગ વાનગીઓ બનાવી શકાય છે તો મે અહિયાં ગ્રીસ નું પોપ્યુલર ડેઝર્ટ ચીઝ કેક બનાવી છે અલફાન્ઝો મેંગો સાથે. Harita Mendha -
તૂટી ફ્રુતી કેક (Tutifuti Cake Recipe In Gujarati)
#કૂકબુકમારા દીકરા ને મીઠાઈ એવું બોવ ભાવતું નથી, તેને દિવાળીમાં પૂછું કે સ્વીટ માં સુ ખાવું તો કેક ની જ ડિમાન્ડ હોઈ. Nilam patel -
મેંગો કેક (Mango Cake Recipe In Gujarati)
મેંગો કેકતેરા સજદા 🥭 તેરા સજદા દિન રેન કરું હર પલ કરુંનામ લેટેહી મુહ મે પાણી આયાએસા રસીલા આજ મેને મેંગો કેક બનાયા Deepa Patel -
મેંગો મલાઈ કેક (Mango Malai Cake Recipe In Gujarati)
મેંગો મલાઈ કેક નો મેંદા, નો બેકિંગમેંગો મલાઈ કેક ક્રેઝી મેંગો કેક નો મેંદા, નો બેકિંગ નો fail રેસિપીસ્વાદ મા માંગો અને મલાઈ નો જોરદાર સ્વાદ. Deepa Patel -
રાઈસ મેંગો કેક (Rice Mango cake recipe in gujarati)
#કેરીફ્રેન્ડ્સ, હવે મેંદો બહુ થયો ખરું ને?આમ પણ, કેરી ની સીઝન હોય અને તેમાંથી અવનવી વાનગી ઓ બની રહી હોય તો કેક પણ બનાવી જ દઈએ. મેં અહીં મેંદા ના લોટ ના બદલે બાસમતી ચોખા નો લોટ યુઝ કરી ને મેંગો ફ્લેવર્ડ કેક બનાવી છે . એમાં પણ કેક ગરમ ખાવા ની જેટલી મજા છે એટલી જ ઠંડી . ઠંડી કેક સાથે આઈસ્ક્રીમ.... એક સરસ કોમ્બો સર્વ કરી શકશો. તો ફ્રેન્ડ્સ, કેક ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
એગલેસ પ્લમ કેક (Eggless Plum Cake Recipe In Gujarati)
# CCC પ્લમ કેક એ હિસ્ટોરીકલ ફ્રુટ કેક છે, જે ઇંગ્લેન્ડ માં ઈ. સ. ૧૭૦૦ ની સાલ થી બનતી આવી છે.જેમાં બહુજ બધા ડ્રાયફ્રૂટ્સ, ખજૂર,બેરીઝ, ચેરી, તુટીફૂટી અને ફ્રેશ ફ્રૂટસ પણ હોય છે અને તેજાના પણ હોય છે. કેક નો કલર પ્લમ ફ્રુટ જેવો હોય છે.એનો ટેસ્ટ બહુજ સરસ લગે છે. Alpa Pandya -
ચોકો લાવા કપ કેક (Choco lava Cup Cake Recipe in Gujarati)
#GA4#week22#egglessઅહીં ઇંડા વગર ની કપ કેક બનાવી છે,કેક માં ઓરીઓ બિસ્કીટ,દૂધ અને ડેરી મીલ્ક નો ઉપયોગ કર્યો છે. Tejal Hitesh Gandhi -
-
જાંબુ કેક(jambu cake recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુક પોસ્ટ 26 ફ્રેન્ડસ જાંબુ કેક જેટલી દેખાવમાં સરસ છે તેનો ટેસ્ટ પણ એટલો જ સરસ છે. Nirali Dudhat -
-
બહાર- એ- આમ(Bahar-e-aam recipe in gujarati)
#કૈરીકેરી ની સીઝન માં આપણે અલગ અલગ પ્રકારે કેરી નો ઉપયોગ કરી ને નવી જ વાનગીઓ બનાવતા હોઈએ છીએ. અહીંયા કેરી માંથી બ્રેડ બનાવી છે. તેમજ કેરી ની રબડી બનાવી છે. ખૂબ જ સરસ કોમ્બિનેશન છે તો તમે પણ ચોક્કસ બનાવજો. Shraddha Patel -
રવા મેંગો ફ્રૂટ કેક
કેરી બધા ની ફેવરિટ છે તો આજે રવા અને કેરી માંથી એક હેલ્થી કેક બનાવીયે સો આ રહી આપણી રવા મેંગો ફ્રૂટ કેક. #કેરી #મેંગો #goldenapron3Ilaben Tanna
-
કેક(Cake Recipe in Gujarati)
#GA4#Week4# બેકિંગ#કેકબેકિંગ નું નામ આવે એટલે પિઝા,કેક, બિસ્કિટ, બ્રેડ, પાઇ ઘણી વાનગી યાદ આવે આજે મેં બનાવી છે કેક Archana Thakkar -
કપ કેક(Cup cake Recipe in Gujarati)
આ કેક ઇન્સ્ટન્ટ બની જાય છે. મારે બે નાના બાળકો છે એમને 2-3 દિવસે કેક ની ડીમાંડ કરે તો આ બાળકો ના હેલ્થ માટે પણ સારી અને સાઈઝ માં નાની એટલે ખુશ પણ થઇ જાય કે બહુ બધી ખાધી..#GA4#week14 Maitry shah -
મેંગો રબડી
#દૂધઆ વાનગી દૂધ અને પાકી કેરી થી બને છે.સ્વાસ્થ્યવર્ધક છે,ઝડપ થી બની જાય છે.પાર્ટી અથવા મહેમાનો માટે પરફેક્ટ છે. Jagruti Jhobalia -
શ્રી કૃષ્ણ બર્થ ડે ફરાળી કેક(Cake Recipe in Gujarati)
#વેસ્ટ#સાતમ#જન્માષ્ટમીપોસ્ટ 7 શ્રી કૃષ્ણ બર્થ ડે ફરાળી કેક Mital Bhavsar -
વ્હીટ નટ્સ કેક (Wheat Nuts Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndia#Bakingકેક તો અલગ અલગ જાતની બને છે. પણ અહીં મેં હેલ્ધી અને ટેસ્ટી કેક બનાવી છે. આ કેક ઘઉંના લોટમાંથી બનાવવામાં આવી છે અને તેમાં ડ્રાયફ્રુટ્સ નો ઉપયોગ કર્યો છે. આ કેક એકદમ સોફ્ટ બને છે. Parul Patel -
મેંગો કપ કેક (Mango cup cake recipe in Gujarati)
#કૈરીઆ કપ કેક ખાવાંમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે ને બાળકો ની મનપસંદ છે. Vatsala Desai -
મેંગો કેક (Mango Cake recipe in gujarati)
૪૦ મિનિટ#mangoes#summer#cakeઆમ તો કેક બધાને ભાવતી જ હોય છે પણ જો તેમાં ફળોનો રાજા કેરી સાથે બનાવવામાં આવે તો તમને ખૂબ જ ભાવશે. Rinkal Parag -
More Recipes
ટિપ્પણીઓ