રોઝ ગુલકંદ મોદક (Rose Gulkand Modak Recipe In Gujarati)

Jigisha Modi
Jigisha Modi @Jigisha_16

રોઝ ગુલકંદ મોદક (Rose Gulkand Modak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 - 25 મિનિટ
3 વ્યક્તિ માટે
  1. 75 ગ્રામ ખાંડ
  2. 1/2 કપ દૂધ
  3. 75 ગ્રામ મોળો માવો
  4. 3 ટી સ્પૂન ઘી
  5. 100 ગ્રામ કોપરા નું છીણ
  6. 3-4ટીપાં વ્હાઇટ રોઝ ઍસેન્સ
  7. ચપટીલાલ કલર
  8. 5 ટી સ્પૂન ગુલકંદ

રાંધવાની સૂચનાઓ

20 - 25 મિનિટ
  1. 1

    જાડા તળિયાવાળા વાસણમાં ખાંડ લઈ તે ડૂબે એટલું દૂધ ઉમેરી ઉકાળવા મુકો.

  2. 2

    1 ઉભરો આવે એટલે તેમાં માવો નાખી ગેસ બંધ કરી માવો ઓગાળો. ઘી ઉમેરો અને જ્યારે માવો ઓગળી જાય એટલે કોપરા નું ખમણ ઉમેરી હલાવી અને ગેસ ચાલુ કરવો.

  3. 3

    બરાબર હલાવ્યા કરવું. જ્યારે કોપરું બરાબર શેકાઈ ગયું લાગે ત્યારે થોડું હથેળી માં લઇ ને જોઈ લેવું જો ગોળી વળતી હોય તો થઈ ગયું સમજવું.

  4. 4

    ત્યારબાદ તેમાં એસેન્સ અને લાલ ફૂડ કલર ઉમેરી હલાવી લેવું.ગેસ બંધ કરી અને ઉતારી લેવું.

  5. 5

    મોદક ના મોલ્ડ ના હોય તો મોસંબી ના સંચા માં પૂરણ ભરી વચ્ચે ગુલકંદ મૂકી ઉપર થી ફરીથી કોપરા વાળું પૂરણ મૂકી દબાવી લેવું. 2 મિનિટ પછી થપથપાવી ને કાઢી લેવું. નાના મોદક માટે મેં ચોકલેટ મોલ્ડ નો ઉપયોગ કર્યો છે.

  6. 6

    તો તૈયાર છે રોઝ ગુલકંદ મોદક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigisha Modi
Jigisha Modi @Jigisha_16
પર

Similar Recipes