કાઠીયાવાડી ડુંગળીયું (Kathiyawadi Dungariyu Recipe In Gujarati)

sonal hitesh panchal
sonal hitesh panchal @sonal07

#TT1
કાઠીયાવાડી ડુંગળી એ કાઠિયાવાડની ઓથેન્ટિક રેસીપી છે ડુંગળી નું શાક શિયાળામાં ખાવાની ખૂબ જ મજા પડે છે સિમ્પલ ડુંગળીનું શાક કરતા આ કાઠીયાવાડી ડુંગળીયુ શાક ટેસ્ટમાં ખુબ જ જોરદાર લાગે છે

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

25 મીનીટ
5-6 લોકો માટે
  1. 6ડુંગળી
  2. 3-ટામેટા
  3. 100 ગ્રામલીલી ડુંગળી
  4. 100 ગ્રામલીલુ લસણ
  5. 1- કેપ્સીકમ
  6. 1 ચમચીલસણ-આદુ મરચાં ની પેસ્ટ
  7. 4-5 ચમચીદહીં
  8. 2 ચમચીપાપડી અથવા જાડા ગાઠીંયા
  9. દોઢ ચમચા તેલ
  10. 1 ચમચીરાઈ
  11. 1/2 ચમચીજીરુ
  12. ચપટીહીંગ
  13. 2 ચમચીકાશ્મીરી મરચુ પાઉડર
  14. 1/2 ચમચીહળદર
  15. 1 ચમચીધાણાજીરૂ
  16. 1/2 ચમચીગરમ મસાલો
  17. મીઠું જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

25 મીનીટ
  1. 1

    સૌ ડુંગળીને લાંબી સ્લાઈસમાં કાપી લો કેપ્સિકમ અને ટામેટાના ઝીણા ઝીણા કટકા કરી લો,લીલી ડુંગળી અને લસણ ઝીણા કટ કરી લો, લસણ -આદુ -મરચાની પેસ્ટ બનાવી લો

  2. 2

    કડાઈમાં તેલ મૂકો તેમા સ્લાઈસ કરેલી ડુંગળી નાખો તેને ધીમા તાપે ચડવા દો અને સતત હલાવ્યા કરો ડુંગળી લાઈટ બ્રાઉન થાય એટલે તેમાં ટામેટા ઉમેરો પછી તેને પાંચથી છ મિનિટ ચડવા દો તેમાં લાલ મરચુ પાઉડર,હળદર,ધાણાજીરું,ગરમ મસાલો લસણ આદુ મરચાની પેસ્ટ ને મીઠું ઉમેરો બરાબર મિક્ષ કરી લો

  3. 3

    પછી તેમાં કેપ્સિકમ એક લીલુ લસણ અને લીલી ડુંગળી ઉમેરો ત્રણ મિનિટ ચડવા દો પછી તેમાં દહીં ઉમેરો બધુ બરાબર મિક્ષ કરી લો તેને બે મિનીટ ચડવા લઈ તેમાં કાજુ ઉમેરો અને થોડો ગોળ ઉમેરો પાપડી અથવા જાડા ગાંઠિયા ઉમેરો અને બધું બરાબર મિક્સ કરી જરૂર લાગે તો સહેજ પાણી ઉમેરી કોથમીર ઉમેરી તેણે ગેસ પરથી ઉતારી લો

  4. 4

    આ ડુંગળી રોટલી કે પરોઠા અને છાશ અથવા લસણીયા તરી સાથે સર્વ કરો

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

sonal hitesh panchal
પર

Similar Recipes