ઘટકો

૧૫ મિનિટ
૨ લોકો
  1. ૧ બાઉલ ફણગાવેલા મગ
  2. ટામેટા
  3. ડુંગળી
  4. કળી લસણ
  5. ૧ ટુકડોઆદુ
  6. લીંબુ
  7. ૧ વાટકીકટ કરેલી કોથમીર
  8. ૧ ચમચીગરમ મસાલો
  9. ૧ ચમચીલાલ મરચુ પાઉડર
  10. ૧/૨ ચમચીહળદર
  11. ૧ બાઉલચમચા ધાણાજીરુ પાઉડર
  12. મીઠું
  13. તેલ
  14. પાણી
  15. ૨ ચમચીદહીં
  16. ૧ વાટકીમિસળ(નમકીન)
  17. ૧ ચમચીલીલી ચટણી
  18. ૧ નાની વાટકીશીંગદાણા

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    એક કળાઈ મા તેલ લેવું. તેલ ગરમ થાય એટલે તેમાં ઝીણા કટ કરેલા આદુ, લસણ, ડુંગળી નાંખી તેને ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેમાં ઝીણા કટ કરેલુ ટામેટુ અને શીંગદાણા નાંખી ટામેટા નરમ થાય ત્યાં સુધા સાંતળવું.

  2. 2

    ત્યારબાદ તેમાં ઉપર મુજબ બધા સુકા મસાલા નાખવી અને ત્યાર પછી તેમાં ફણગાવેલા મગ નાખવા. તેને ૨ મિનિટ સાંતળી તેમાં ૧ ગ્લાસ પાણી નાંખી એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ થવા દેવું.પછી ગેસ બંધ કરી બાઉલ કાઢી લેવું.

  3. 3

    ત્યારબાદ એક બાઉલ મા પહેલા તૈયાર કરેલુ મિસળ નાખવુ, પછી તેમાં ૨ ચમચી દહીં અને લીલી ચટણી નાંખી તેને પર નમકીન નાંખી લીંબુ નો રસ નાખવુ. પછી કટ કરેલા ટામેટા અને કોથમીર થી ગાર્નીસ કરી સર્વ કરવું.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Jigna Gajjar
Jigna Gajjar @jignasoni
પર

Similar Recipes