કોથંબિર વડી (Kothmbir Vadi recipe in gujarati)

Parul Patel
Parul Patel @Parul_25

#TT2
કોથંબિર વડી એ મહારાષ્ટ્રની ફેમસ વાનગી છે. કોથંબિર વડી ને નાસ્તા તરીકે ચા સાથે સર્વ કરી શકાય છે. સાઈડ ડિશ તરીકે પણ સર્વ કરી શકાય છે. કોથંબિર વડી એક હેલ્ધી ડિશ છે.

કોથંબિર વડી (Kothmbir Vadi recipe in gujarati)

#TT2
કોથંબિર વડી એ મહારાષ્ટ્રની ફેમસ વાનગી છે. કોથંબિર વડી ને નાસ્તા તરીકે ચા સાથે સર્વ કરી શકાય છે. સાઈડ ડિશ તરીકે પણ સર્વ કરી શકાય છે. કોથંબિર વડી એક હેલ્ધી ડિશ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  1. 4 વાડકીપાણી
  2. 2 વાડકીચણાનો લોટ
  3. 1 વાડકીચોખાનો લોટ
  4. 2 વાડકીસમારેલી કોથમીર
  5. 2 ચમચીતલ
  6. 2 ચમચીટોપરાનું છીણ
  7. 2 ચમચીસીંગદાણાનો ભૂકો
  8. 2 ચમચીખાંડ
  9. 2 ચમચીલીંબુનો રસ
  10. 1 ચમચીઆદુની પેસ્ટ
  11. 2 ચમચીલસણ મરચાની પેસ્ટ
  12. 2 ચમચીતેલ
  13. 1 ચમચીહળદર
  14. 1 ચમચીધાણાજીરૂ
  15. 1 ચમચીલાલ મરચું પાવડર
  16. 1 ચમચીઅજમો
  17. મીઠુ સ્વાદ મુજબ
  18. શેલો ફ્રાય કરવા માટે
  19. તેલ
  20. સર્વ કરવા માટે
  21. દહીં
  22. ટોમેટો કેચ અપ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ નોનસ્ટીક પેનમાં પાણી ગરમ મૂકી તેમાં આદુ-લસણ-મરચાંની પેસ્ટ એડ કરો. પછી તેમાં શેકેલા સિંગદાણાનો ભૂકો, તલ, કોપરાનું છીણ અને બાકી બધા સુકા મસાલા અને સ્વાદ મુજબ મીઠું એડ કરો.

  2. 2

    પછી તેમાં ખાંડ,લીંબુ, અજમો અને તેલ એડ કરી બધું બરાબર મિક્સ કરી લો. આ પાણીને બે મિનિટ માટે ઉકળવા દો.

  3. 3

    હવે આ પાણીમાં કોથમીર, ચણાનો લોટ
    અને ચોખાનો લોટ એડ કરી લો. બરાબર હલાવીને મિક્સ કરી એક મિનિટ માટે ધીમા તાપે સતત હલાવતા રહેવું.

  4. 4

    પેન નું ઢાંકણ ઢાંકી દો. બે મિનિટ માટે આ મિશ્રણને ધીમા તાપે કુક થવા દો. પાણી શોષાઈ પછી ગેસની સ્વીચ ઓફ કરી દેવી.

  5. 5

    એક થાળી માં થોડું તેલ લગાવી ને તેમાં આ મિશ્રણ ને પાથરી દો. થોડીવાર ઠંડુ થવા દો. પછી તેના કાપા પાડીને પીસ કરી લો.

  6. 6

    પેન માં તેલ ગરમ મૂકી આ ટુકડા ને શેલો ફ્રાય કરી લો. સર્વ કરવા માટે કોથંબિર વડી રેડી છે.

  7. 7

    કોથંબિર વડી ને દહીં અને ટોમેટો કેચપ સાથે સર્વ કરો. કોથંબિર વડી ને મસાલા ચા સાથે પણ સર્વ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Parul Patel
Parul Patel @Parul_25
પર

ટિપ્પણીઓ (19)

Similar Recipes