પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)

Madhvi Kotecha
Madhvi Kotecha @cook_26475314
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
  1. 200 ગ્રામપનીરના પીસ
  2. પનીર ને કોટિંગ કરવા માટેની સામગ્રી
  3. 2 ચમચીકોર્ન ફ્લોર
  4. ૧ ચમચીઆદુ અને લસણ ની પેસ્ટ
  5. 1/2 ચમચી મરી પાઉડર
  6. તળવા માટે તેલ
  7. ગ્રેવી બનાવવા માટેના વેજીટેબલ
  8. મોટુ કેપ્સિકમ
  9. ૨ નંગડુંગળી
  10. ૪-૫ નંગલીલી ડુંગળી
  11. 2લીલા મરચા
  12. 1 ચમચીઆદુ લસણની પેસ્ટ
  13. ચમચીમરી પાઉડર અડધી
  14. સ્વાદ અનુસારમીઠું
  15. જરૂર મુજબ ખાંડ
  16. 2 ચમચીસોયા સોસ
  17. 2 ચમચીરેડ ચીલી સોસ
  18. 1 ચમચીટોમેટો કેચપ
  19. 1 ચમચીવિનેગર
  20. 6 ચમચીમેંદાનો લોટ
  21. 2 ચમચી કોર્ન ફ્લોર
  22. 2 ચમચીકોર્ન ફ્લોર

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    સૌપ્રથમ પહેલાં પનીરને મોટા પીસ કરી લેવા અને એક બાઉલમાં કાઢીને તેની અંદર સ્વાદ અનુસાર મીઠું આદુ અને લસણ ની પેસ્ટ બે ચમચી કોર્ન ફ્લોર એ બધું સરખું બરાબર મિક્સ કરીને 15 મિનિટ સુધી રહેવા દો

  2. 2

    અને જે આપણે કેપ્સીકમ અને ડુંગળી લીધેલા છે તેને મોટી સાઈઝમાં થોડા ચોપ કરી લેવા

  3. 3

    પછી એક પેનમાં તેલ ગરમ મૂકો ત્યાં સુધી આપણું તેલ ગરમ થાય ત્યાં બીજા પેનમાં 2 ચમચી જેટલું તેલ નાખો તેમાં આદુ અને લસણની પેસ્ટ નાખો ત્યારબાદ તેમાં ડુંગળી નાખ્યા બાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું ત્યારબાદ તેમાં કેપ્સિકમ એડ કરો અને લીલી ડુંગળી પણ સાથે એડ કરવાની

  4. 4

    ત્યારબાદ તેમાં મરી પાઉડર સોયા સોસ રેડ ચીલી સોસ વિનેગર ખાંડ અને બધું સરખું બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ બે ચમચી કોર્નફ્લોર ને લેવાનો તેને જરા પાણી નાંખી તેની સલરી બનાવવાની તેમાં એડ કરી દેવાની જેથી આપણી ગ્રેવી ઘટ્ટ થઈ જશે પછી તેને એક બે મિનિટ સુધી ચઢવા દો

  5. 5

    ત્યારબાદ આપણું છે તેલ ગરમ થઇ ગયું છે અને બીજા એક બાઉલમાં છ ચમચી જેટલો મેંદો લેવાનું અને તેમાં બે ચમચી corn flour એડ કરો અને સ્વાદ અનુસાર મીઠું ત્યારબાદ તેમાં પનીર ડીપ કરીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવા દેવાના તળાઈ ગયાબાદ આપણે જે વેજિટેબલ્ તેમાં એડ કરીને બે મિનીટ સુધી હલાવો

  6. 6

    પછી ગેસ બંધ કરીને નીચે ઉતારી લેવું અને તેની ઉપર લીલી ડુંગળીને પાન વધેલા છે તેનાથી ગાર્નિશિંગ કરો તો આ રીતે સરસ મજાનું આપણું પનીર ચીલી ડ્રાય તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Madhvi Kotecha
Madhvi Kotecha @cook_26475314
પર

Similar Recipes