પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)

Rita Gajjar
Rita Gajjar @cook_27548052

કુકપેડ કીચનસ્ટારચેલેન્જ ૭
#KS7

પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

કુકપેડ કીચનસ્ટારચેલેન્જ ૭
#KS7

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 30 મિનિટ
બે લોકો માટે
  1. 250 ગ્રામપનીર
  2. 1મોટું સમારેલું કેપ્સીકમ
  3. મોટી સમારેલી ડુંગળી
  4. ૩-4સૂકા લાલ મરચા
  5. 2લીલા મરચા સમારેલા
  6. 2 ચમચીમેંદાનો લોટ
  7. ૩ ચમચીકોર્ન ફ્લોર
  8. મીઠું જરૂર મુજબ
  9. 2 ચમચીસોયા સોસ
  10. 2 ચમચીરેડ ચીલી સોસ
  11. 2 ચમચીતેલ
  12. પાણી
  13. તળવા માટે તેલ
  14. 1 મોટી ચમચીવાટેલા આદુ મરચા લસણ

રાંધવાની સૂચનાઓ

25 30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પનીરને ચોરસ ટુકડામાં કટ કરી લેવા

  2. 2

    હવે ખીરું બનાવવા માટે એક બાઉલમાં મેંદો અને કોર્ન ફ્લોર મિક્સ કરી તેમાં મીઠું નાખી પાણીથી મીડીયમ થીક ખીરુ બનાવો

  3. 3

    હવે પનીરના ટુકડા કરેલા છે તેની અંદર કોર્ન ફ્લોરથી પનીર ને કોટ કરવું

  4. 4

    હવે કોર્ટ કરેલા પનીરને મેંદા અને કોર્નફ્લોર ના ખીરામાં મિક્સ કરી ગરમ તેલમાં પનીરને ગોલ્ડન બ્રાઉન તળી લેવું(પનીરને કોર્ન ફ્લોર થી કોટ કરીને તળવાથી પનીર ક્રિસ્પી રહે છે)

  5. 5

    પનીર તળાઈ જાય એટલે તેને એક પ્લેટમાં કાઢી લો

  6. 6

    હવે એક પેનમાં તેલ મૂકી તેમાં તમારા સૂકા લાલ મરચાં અને તમારે લાલ લીલા મરચા તથા વાટેલા આદુ-મરચાં લસણ સાતળીતેમાં મોટી કટ કરેલી ડુંગળી અને કેપ્સીકમ નાખી મિક્સ કરવું ગેસ ફાસ્ટ જ રાખવો

  7. 7

    હવે તેમાં સ્વાદ મુજબ મીઠું અને સોયા સોસ કથા રેડ ચીલી સોસ નાખી આપણે જે ખીરુ બનાવેલું તે તેમાં મિક્સ કરો

  8. 8

    હવે તેમાં તળેલા પનીરના ટુકડા ઉમેરી મિક્સ કરી ઉપરથી તલ નાખી મિક્સ કરી મિક્સ કરવું

  9. 9

    છેલ્લે તેમાં કોથમીર અને લીલી ડુંગળી હોય તો લીલી ડુંગળી ના પાન ઉમેરો ગરમ ગરમ સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rita Gajjar
Rita Gajjar @cook_27548052
પર

Similar Recipes