રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 1 લિટરદૂધ પનીર બનાવવા માટે
  2. 1.5 લિટરદૂધ રબડી બનાવવા માટે
  3. 2 ચમચીકસ્ટર્ડ પાઉડર
  4. 2 ચમચીકાજુ વાટેલા
  5. 150 ગ્રામખાંડ
  6. જરૂર મુજબ બદામ ની કતરણ
  7. જરૂર મુજબ કેસર
  8. 1લીંબુ નો રસ પનીર બનવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ 1લિટર દૂધ ને ગરમ કરવામૂકવું ગરમ થઇ જાય એટલે લીંબુ માં રસ માં થોડું પાણી નાખી ને દૂધ માં થોડું થોડું બે વાર નાખી ને દૂધ ને ફાડી લેવું પનીર ને કપડાં માં કાઢી તેનું પાણી બધું નિતારી લો

  2. 2

    પનીર ને ચોખા પાણી થી ધોઈ ને બધું પાણી નિતારીને પનીર માં પાણી બિલકુલ ના રહે તેનું ખાસ ધ્યાન રાખવું

  3. 3

    હવે પનીર ને મીકસર માં વાટી લેવું અથવા તો હાથ વડે બરાબર મસળી ને એકદમ સમુથ બનાવી લેવું અને તેની નાની નાની ગોળી વડી લેવી બીજી બાજુ 1વાડકી ખાંડ માં 3વાડકી પાણી મૂકી તેને ઉકાળવા મૂકવું ચાસણી ઉકળે એટલે તેમાં પનીર ની ગોળી નાખી ને 10 મિનીટ ઉકળવા દો અંગુર તૈયાર થઈ ગઈ

  4. 4

    હવે 1.5લિટર દૂધ ને ઉકળવા મૂકી દો તેમાં Custer પાઉડર ને પેલા થોડા ઠંડા દૂધ માં ઓગળી ને પછી નાખવું જેથી ગાંઠ ના થાય અને દૂધ માં કાજુ પાઉડર નાખી ને બરાબર ઘટ થાય ત્યાં સુધી ઉકળવા દેવું
    પછી તેમાં કેસર નાખી દો,

  5. 5

    તેમાં કેસર નાખી દો પછી હા દૂધ ઉકાળીને સરસ થઈ જાય એટલે રબડી તૈયાર
    હવે રબડી અને અંગુર બને ઠંડુ પડે પછી રબડી માં અંગુર ચાસણી માં થી કાઢી ચાસણી નિતારી લેવી અને રબડી માં નાખવી અને ઉપરથી બદામ ની કતરણ ભભરાવી દો તૈયાર. અંગુર રબડી

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Shilpa Shah
Shilpa Shah @CookShilpa11
પર
Gandhinagar

Similar Recipes