તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)

Hansa Ramani
Hansa Ramani @cook_17658463
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ચાપડી માટે
  2. 1 બાઉલ ઘઉં નો કરકરો લોટ (ભાખરી નો લોટ)
  3. મીઠું સ્વાદાનુસાર
  4. 3-4 ચમચીતેલ
  5. 1/2 ચમચીઅજમો
  6. 1/2 ચમચીતલ
  7. 1/2 ચમચીજીરું
  8. તાવો માટે
  9. 1 વાટકીવટાણા
  10. 1 વાટકીતુવેર દાણા
  11. 1બટેકુ
  12. 2નાના રીંગણ
  13. 1 વાટકીકોબી
  14. 1 વાટકીફ્લાવર
  15. 1 વાટકીવાલોર
  16. 1/2ગાજર
  17. 1/2ગાજર
  18. 2ડુંગળી
  19. 1ટામેટું
  20. 4-5કળી લસણ
  21. 2 ટુકડાઆદું
  22. 1ચમચો તેલ
  23. 1/2 ચમચીહળદર
  24. 2 ચમચીલાલ મરચું
  25. 1-1/2 ચમચીધાણાજીરું
  26. 1 ચમચીગરમ મસાલો
  27. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ભાખરી નો લોટ લઈ તેમાં મીઠું, તલ, અજમો અને જીરું નાંખવું. તેલ નાખી ને ગરમ પાણી થી કડક લોટ બાંધવો. 5-10 મિનિટ રેસ્ટ આપી હાથ થી લુવા કરી ને દબાવી ચાપડી બનાવવી. ગરમ તેલમાં મધ્યમ આંચ પર તળી લેવી. તૈયાર છે ચાપડી.

  2. 2

    બધા સુકા મસાલા લઈ ને તેમાં પાણી નાખી પેસ્ટ બનાવવી.

  3. 3

    ડુંગળી, ટામેટા લસણ, આદું મરચાં ની પેસ્ટ બનાવવી. બધા શાકભાજી સમારી ધોઈ લો.

  4. 4

    કુકર માં તેલ મૂકી તેમાં મસાલો નાખી ને ડુંગળી ટામેટા ની પેસ્ટ નાંખી શેકવું. હવે તેમાં બધા શાકભાજી નાખી મીઠું અને પાણી નાખી 2-3 સીટી વાગે એટલે ગેસ બંધ કરી દેવો. કુકર ઠંડુ થાય એટલે તાવો તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hansa Ramani
Hansa Ramani @cook_17658463
પર

Similar Recipes