પનીર ચીલી ડ્રાય (paneer chilli dry recipe in Gujarati)

Nita Prajesh Suthar
Nita Prajesh Suthar @Nita_2312
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામપનીર
  2. 1 નંગકેપ્સીકમ
  3. 1 નંગડુંગળી
  4. 2ચમચા તેલ
  5. 1 ચમચીઆદુ-લસણની પેસ્ટ
  6. 2લીલા મરચા ઝીણા કાપેલા
  7. મીઠું સ્વાદાનુસાર
  8. 1 ચમચીસોયા સોસ
  9. 1 ચમચીરેડ ચીલી સોસ
  10. 1 ચમચીવિનેગર
  11. 3 ચમચીટોમેટો સોસ
  12. 2 ચમચીકોર્ન ફ્લોર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા પનીરના ચોરસ ટુકડા કરી તેમાં કોર્ન ફ્લોર અને મીઠું ભભરાવી દસ મિનિટ રહેવા દો. એટલે સારી રીતે કોટ થઈ જાય. પછી એક પેનમાં તેલ ગરમ મૂકી તેલ ગરમ થાય એટલે પનીરને બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળી લો. અને ડિશમાં કાઢી લો.

  2. 2

    હવે કેપ્સીકમ અને ડુંગળીના ટુકડા કરી લો. હવે એક પેનમાં તેલ ગરમ મૂકી તેમાં આદુ લસણ ની બેસ્ટ સાંતળો પછી તેમાં ડુંગળી નાખી સાંતળી લો. ડુંગળી સંતળાઈ જાય એટલે તેમાં કેપ્સિકમ ઉમેરો અને અધકચરા ચડવા દો. હવે તેમાં સોયા સોસ, રેડ ચીલી સોસ, વિનેગર, ટોમેટો સોસ, અને મીઠું નાખીને મિક્સ કરી લો.

  3. 3

    હવે તેમાં કાપેલા લીલા મરચા નાખી મિક્સ કરી અને તળેલું પનીર ઉમેરીને મિક્સ કરો. હવે એક બાઉલમાં કોર્ન ફ્લોર ની slurry બનાવીને ઉમેરી દો અને ત્રણ મિનિટ સુધી થવા દો.

  4. 4

    તૈયાર છે પનીર ચીલી ડ્રાય. ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nita Prajesh Suthar
પર

ટિપ્પણીઓ (5)

Similar Recipes