છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)

Alpa Vora
Alpa Vora @voraalpa
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩ લોકો
  1. ૧ કપછોલે ચણા ને ૫ કલાક પલાળી બાફી લેવા
  2. ૫-૭ કળી લસણ
  3. ૩ નંગટામેટા
  4. ૩ નંગડુંગળી
  5. ૨ નંગલીલા મરચાં
  6. નાનો કટકો આદુ
  7. ૪-૫ નંગ કાજુ
  8. ૧ ચમચીમગજતરી ના બી
  9. ટેબસ્પૂન તેલ
  10. ૧ ચમચીઘી અથવા બટર
  11. ૩ ચમચીલાલ મરચું પાઉડર
  12. ૧ ચમચીધાણજીરૂ
  13. ૧/૪ ચમચીહળદર
  14. ૨ ચમચીછોલે મસાલા
  15. ૧ ચમચીગરમ મસાલો
  16. ૧ ચમચીકિચન કિંગ મસાલો
  17. મીઠું સ્વાદાનુસાર
  18. ૧ ચમચીદહીં
  19. ૧ ચમચીમલાઈ
  20. ૧/૪ ચમચીકસૂરી મેથી
  21. ૧ ચપટીજાયફળ
  22. આખા મસાલા (૨ લાલ સુકા મરચા ૧ નાનો તજ નો ટુકડો ૨ લવિંગ ૧ ઇલાયચી
  23. ૧ નંગબાદિયા
  24. ૧ તમાલપત્ર
  25. ૧ ચમચી વરિયાળી
  26. ૧ ચમચી આખું જીરું
  27. ૧ ચમચી આખા ધાણા
  28. ભટુરે ની સામગ્રી
  29. ૧ કપઘઉંનો લોટ
  30. ૧/૪ કપમેંદો
  31. મીઠું સ્વાદાનુસાર
  32. ૩ થી ૪ ટેબસ્પૂનતેલ મોણ
  33. પાણી જરૂર મુજબ
  34. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચણાને પાણી અને મીઠું નાખી તથા એક કપડામાં ચા ની ભૂકી ની પોટલી નાખી અને પાંચથી છ સીટી મારી બાફી લો

  2. 2

    પછી ડુંગળી લસણ ટામેટાં અને સમારી લો એક પેનમાં તેલ મૂકી તેમાં ઉપર જણાવેલ બધા આખા મસાલા ને લસણ અને ડુંગળી ને સાંતળી લો બધું સંતળાઈ જાય પછી એક મિક્સર જારમાં સાતેલા આખા મસાલા અને લસણ ડુંગળી ટામેટા આદુ મરચાં કાજુ અને મગજતરી ના બી નાખી ક્રશ કરી તેની ગ્રેવી બનાવી લો

  3. 3

    એક પેનમાં તેલ મુકો પછી તેમાં ઉપર બનાવેલી ગ્રેવી નાંખી તેમાં લાલ મરચું પાઉડર ધાણાજીરૂ હળદર કિચન કિંગ મસાલો ગરમ મસાલો છોલે મસાલો કસૂરી મેથી મીઠું નાંખી એક મિનિટ માટે તેને ઢાંકી દો પછી તેમાં દહીં અને મલાઈ અને જાયફળ નાખી મિક્સ કરી પછી તેમાં બાફેલા છોલે નાખી દો અને ઢાંકી દયો તેલ છૂટું પડે પછી તેને સર્વિંગ બાઉલ માં કાઢી ને ગરમ ગરમ ભટુરે સાથે સર્વ કરો

  4. 4

    એક બાઉલમાં ઘઉંનો લોટ મેંદો મોણ માટે તેલ અને મીઠું નાખી મિક્સ કરી લો પાણી ની મદદ થી મીડીયમ લોટ બાંધવો પછી તેને દસ મિનિટ માટે ઢાંકી દેવો ત્યારબાદ તેલ વાળા હાથે તેને કુનવી અને તેના ગરમ-ગરમ ભટુરે ઉતારી સાથે છોલે સાથે સર્વ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Alpa Vora
Alpa Vora @voraalpa
પર

Similar Recipes