પૌષ્ટિક રાબ (Nutritious Raab Recipe In Gujarati)

Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
Bhuj-kachchh

#CB6
શિયાળામાં આ રાબ પીવાથી ઠંડી ઉડે છે. શરદી હોય ત્યારે ધીમાં શેકવા ને બદલે કોરો લોટ જ શેકીને લેવાથી શરદી અને કફમાં રાહત મળે છે. તજ, લવિંગ મરી સુંઠ ગંઠોડા પાઉડર એડ કરી મસાલા વાળી રાબ પણ બનાવી શકાય છે છે. તાવ કે શરદી પછી જીભનો સ્વાદ જતો રહ્યો હોય તો મગના પાપડ આ રાબ સાથે લેવાથી ફાયદો થાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 સર્વિંગ
  1. 1 ટે.સ્પૂન ઘઉંનો લોટ
  2. 2 ટી.સ્પૂનઘી
  3. 2.5 ટી.સ્પૂનગોળ
  4. 1.5 કપપાણી
  5. 1 ટી.સ્પૂનઘી
  6. 1નાનો ટુકડો આદુ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1
  2. 2

    સૌ પ્રથમ એક તપેલીમાં પાણી લેવું, તેમાં સમારેલું ગોળ અને આદુના ટુકડા એડ કરવું. ગોળ પીગળી જાય અને ઉકળે એટલે ફલૅમ બંધ કરી ગાળી લેવું.

  3. 3

    હવે નાની કડાઈમાં ઘી લઇ તેમાં ઘઉંનો લોટ શેકવું. બદામી રંગનું થાય એટલે ફલૅમ બંધ કરવી.

  4. 4

    હવે શેકેલા લોટમાં ગોળનું પાણી થોડું થોડું એડ કરવું. ફલૅમ ઓન કરવી. ગઠ્ઠા ન રહે એ ધ્યાન રાખવું.હલાવવું. પાણી ઉકળે અને થોડી ઘટ્ટ થાય એટલે ફલૅમ બંધ કરી.ગરમ રાબ સર્વ કરવી.

  5. 5

    આ રાબમાં ઈચ્છો તો સૂંઠ ગંઠોડા પાઉડર, તજ લવિંગ કે મરી પાઉડર એડ કરી મસાલા વાળી રાબ પણ બનાવી શકાય. આ રાબ સાથે મગના પાપડ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
પર
Bhuj-kachchh

Similar Recipes