બકલાવા રોલ્સ (Baklava Recipe In Gujarati)

Monali Dattani
Monali Dattani @Monali_dattani

#mr

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક 30 મિનિટ
8 નંગ
  1. કણક માટેઃ
  2. 1 કપમેંદો
  3. 1/2 કપદૂધ
  4. 1 ચમચીબેકીંગ પાઉડર
  5. 1 ચમચીઘી
  6. 1/4 ચમચીબેકીંગ સોડા
  7. ફીલીંગ માટેઃ
  8. 100 ગ્રામબટર / ઘી
  9. 50 ગ્રામપીસ્તા
  10. 2 ચમચીબદામ
  11. 1 ચમચીકાજૂ
  12. 100 ગ્રામડાર્ક ચોકલેટ કમ્પાઉન્ડ
  13. ચાસણી માટેઃ
  14. 1 કપખાંડ
  15. 1 કપપાણી
  16. 1તજ નો ટૂકડો
  17. 2ઇલાયચી
  18. અન્યઃ
  19. ચોકલેટ સીરપ
  20. પીસ્તાનો પાઉડર

રાંધવાની સૂચનાઓ

1 કલાક 30 મિનિટ
  1. 1

    એક બાઉલમાં મેંદો, બેકીંગ સોડા, બેકીંગ પાઉડર, ઘી અને દૂધ નાખી રોટલી જેવી કણક તૈયાર કરો.

  2. 2

    તેને પ્લાસ્ટિક શીટ થી કવર કરી 30 મિનિટ માટે ફ્રીજમાં મૂકી દો.

  3. 3

    બીજા વાસણમાં ખાંડ, પાણી, તજ અને ઇલાયચી નાખી 1 ઉભરો આવે ત્યાં સુધી ઉકાળીને ચાસણી કરી લો.

  4. 4

    લોટને થોડી વાર મસળી લો. તેના એક સરખા 8 ભાગ કરી લો અને પછી લૂવા બનાવી લો.

  5. 5

    હવે અટામણ લઇ પૂરી ની જેમ વણી લો.

  6. 6

    એક પૂરી પર મેંદો નાખી બીજી પૂરી મૂકો. આવી રીતે 4 પૂરી મૂકી લંબગોળ વણી લો. બીજા 4 લૂવાને પણ આવી જ રીતે વણી લો. પછી ધીમે-ધીમે 1-1 શીટ અલગ કરતા જવું. તો તૈયાર છે ફેલો શીટ.

  7. 7

    પીસ્તા, કાજૂ અને બદામ ને મિક્ષર જારમાં લઇ ક્રશ કરી લો. પછી 1 શીટ લો. તેના પર મેલ્ટ કરેલું બટર લગાવો. પછી પીસ્તા, કાજૂ, બદામ નો પાઉડર નાખો. તેના પર ડાર્ક ચોકલેટ કમ્પાઉન્ડ નું છીણ નાખો.

  8. 8

    હવે એક પતલી સ્ટિક લઇ સાઈડ માથી રોલ કરતા જવું. પછી સ્ટિક માં જ રોલ આવી જાય એટલે હાથ વડે બીજી બાજુ તરફ રોલને (pic મુજબ) લઇ બકલાવાનો શેઈપ આપી દો.

  9. 9

    ઓવન ને પ્રીહીટ કરી લો. મોલ્ડને ઘી વડે ગ્રીસ કરી બકલાવા મૂકી દો. 30-35 મિનિટ માટે 180° પર બેક કરી લો. પછી થોડી વાર ઠંડા થવા દો. તેના પર ચાસણી નાખી 4-5 કલાક રહેવા દો.

  10. 10

    હવે ચોકલેટ સીરપ નાખી પિસ્તાનો પાઉડર નાખી સર્વ કરો. તો તૈયાર છે બકલાવા રોલ્સ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Monali Dattani
Monali Dattani @Monali_dattani
પર

Similar Recipes