બકલાવા રોલ્સ

Minaxi Solanki
Minaxi Solanki @cook_12753833
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 1/2 કપમેંદો
  2. 1 ટીસ્પૂનબેકિંગ પાવડર
  3. ચપટીમીઠું
  4. 3 ટેબલસ્પૂનઓગળેલુ બટર
  5. 1/2 કપદૂધ
  6. ચાસણી બનાવવા માટે:-
  7. 1 કપપાણી
  8. 2 કપખાંડ
  9. 1/2 ટેબલસ્પૂનલીંબુનો રસ
  10. 1તજ નો ટુકડો
  11. ભરાવન માટે:-
  12. 1/2 કપકાજુ
  13. 1/2 કપબદામ
  14. 1/2 કપપિસ્તા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચાસણી બનાવવા માટે:- તપેલીમાં ચાસણી ની બધી સામગ્રી મિક્સ કરી ગરમ કરવા મૂકવી,8 થી10મિનિટ ગરમ કરવી પછી ગેસ બંધ કરી ઠંડુ થવા દેવું

  2. 2

    એક વાસણમાં મેંદો, બેંકીંગ પાવડર, મીઠું અને બટર નાખી મિક્સ કરી લેવું, થોડું થોડું દૂધ નાખી લોટ બાંધી લેવો,15 મિનિટ ઢાંકી ને રાખી દો

  3. 3

    કાજુ બદામ પિસ્તા ને મિક્સરમાં અધકચરું દળી લેવુ

  4. 4

    બાંધેલા લોટને 5 મિનિટ મસળી લેવો અને એકસરખા લુઆ બનાવી લેવા

  5. 5

    લુવા ને લોટ માં રગદોળી બની શકે તેટલી પાતળી રોટલી વણી લો, ઉપર સારી રીતે બટર નુ લેયર કરી ઉપર દળેલા ડ્રાય ફ્રુટ નો ભુક્કો ભભરાવવો

  6. 6

    રોટલી ના છેડે વેલણ કે સ્ટીક રાખી રોલ બનાવી લેવો

  7. 7

    બંને હાથ ની મદદ થી રોલ ને અંદર ની બાજુ દબાવવો,એક બાજુ થી હલકા હાથે સ્ટીક કાઢી લેવી

  8. 8

    બેંકીંગ ટ્રે ને બટર થી ગ્રીસ કરી બધા રોલ્સ મૂકી દેવા, રોલ્સ પર બટર લગાવી લેવું

  9. 9

    પ્રી હીટ ઓપન માં 160° c પર 40 મિનિટ બેક કરવુ,બેક થઈ જાય એટલે કાંટા ચમચી થી છેદ કરી લેવા, ઉપર બનાવેલી ચાસણી નાખી 4 થી 5 કલાક રાખી દેવુ

  10. 10

    બહાર કાઢી ઉપર અધકચરા દળેલા પિસ્તા થી સજાવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Minaxi Solanki
Minaxi Solanki @cook_12753833
પર

ટિપ્પણીઓ

Similar Recipes