સિનેમન રોલ્સ(cinamon rolls recipe in gujarati)

Monali Dattani
Monali Dattani @Monali_dattani

સિનેમન રોલ્સ(cinamon rolls recipe in gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
5-6 સર્વિંગ્સ
  1. 1 કપમેંદો
  2. 3/4 ચમચીબેકીંગ પાઉડર
  3. 1/4 ચમચીબેકીંગ સોડા
  4. મીઠું સ્વાદાનુંસાર
  5. 1/4 કપદહીં
  6. 2.5 ચમચીબટર/ઘી
  7. ફીલીંગ માટેઃ
  8. 4 ચમચીસ્યુગર પાઉડર
  9. 2 ચમચીબટર/ઘી
  10. 1/2 ચમચીતજ નો પાઉડર
  11. 1 ચમચીકોકો પાઉડર

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    એક વાસણમાં બધી ડ્રાય વસ્તુ મિકસ કરી દહીં અને ઘી નાખી કણક તૈયાર કરો. તેને 10 મિનિટ સુધી રેસ્ટ આપો અને પછી 2 મિનિટ સરખું મસળી લેવુ.

  2. 2

    ફીલીંગ માટે ખાંડ,ઘી, તજ પાઉડર અને કોકો પાઉડર નાખી મિકસ કરી લેવું.

  3. 3

    હવે કણક નો લૂવો કરી રેકટેંગલ શૅઇપમાં વણી લો. પછી તેમાં ફીલીંગ વાળું લેયર કરો.

  4. 4

    તેને બને બાજુ થી ફોલ્ડ કરો અને પછી 5-6 કાપા પાડી લો. હવે કટ કરેલો 1 ભાગ લઇ લો. પછી તેમાં ઊભા 2 કાપા કરી ચોટલીની જેમ વણી લો.

  5. 5

    પછી તેના બંને છેડા જોઇન્ટ કરી લેવા એટલે રાઉન્ડ શૅઇપ તૈયાર થઇ જશે. મફીન્સ મોલ્ડને ગ્રીસ કરી તેમાં 1 રાઉન્ડ વાળુ તૈયાર કરેલ રોલ મૂકો. એવી જ રીતે બધા મોલ્ડ તૈયાર કરી લેવા.

  6. 6

    પૅન કે લોયામાં મીઠું નાખી 10 મિનિટ પ્રી હીટ કરી લો. તેના પર એક સ્ટેન્ડ ગોઠવો અને પછી મફીન્સ મોલ્ડ મૂકી 20 મિનિટ સુધી મિડીયમ આંચે થવા દેવા.

  7. 7

    પછી તેમાં બ્રશ વડે બટર લગાવી સવૅ કરવા. તો તૈયાર છે સિનેમન રોલ્સ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Monali Dattani
Monali Dattani @Monali_dattani
પર

ટિપ્પણીઓ

Similar Recipes