દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)

દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તાસરુ લો તેમાં દૂધી ને ખમણી લો. હવે તેમાં તેલ અને મીઠું ઉમેરી હલાવી લો. હવે હળદર, ધાણાજીરૂ, ગરમ મસાલો, ખાંડ, લસણ ની પેસ્ટ અને લીલા મરચાં ની પેસ્ટ નાખીને સારી રીતે બધુ મીકક્ષ કરી લો.
- 2
હવે તેમાં કણકી કોરમું ઉમેરી લો. આ લોટ દૂધી માં જેટલો સમાય એટલો જ લેવો. વધારે ઉમેરવો નહીં અને થોડું લચકા જેવું રાખવું.
- 3
હવે એક સ્ટીમર માં પાણી મુકી 10 મિનિટ ગરમ કરો. અંદર કાણાવાળી પ્લેટ માં તેલ લગાવી ને રાખવી. હવે તેના પર એક સરખી સાઈઝના મુઠીયા વાળી ને રાખો. ફોટામાં બતાવ્યાં પ્રમાણે 15 - 20 મિનિટ પછી ચેક કરી ને જોઈ લેવું મુઠીયા ચઢી ગયા હોય તો ગેસ ઓફ કરી લો.
- 4
મુથીયા ને એક પ્લેટમાં કાઢી લો. થોડા ઠંડા થાય એટલે તેનો ભૂકો કરી લો અથવા નાના પીસ કરી લો.
- 5
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ,તલ, લીમડો, લસણ-મરચાં ની કતરણ અને મેથીયા મસાલો ઉમેરી ભાગેલા દૂધી ના મુથીયા એડ કરી હલાવી લો. તો તૈયાર દૂધી ના મુથીયા
- 6
તો તૈયાર છે મસ્ત દૂધી ના મુથીયા આને તમે છાશ કે ગરમ ગરમ સર્વ કરો.
- 7
📍 કણકી કોરમું ઘરે બનાવવા માટે 1 કપ ચોખા ની સામે 1/2 કપ ચણા દાળ, 1/4 કપ તુવેરની દાળ લઈ ને મિક્સરમાં વાટી લો અને રવો ચાળવાની ચાળણી થી ચાળી ને બાકીનું જે જાડો ભાગ રહી ગયો હોય તેને ફરી વાટી લો. આ લોટ ને તમે આરામથી 4 - 5 મહિના સુધી સારો રહેશે. આ લોટનો તમે દરેક જાતના મુથીયા તથા ઢોકળા બનાવવા માટે ઉપયોગ કરી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
દૂધી મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
છપ્પનભોગ રેસીપી ચેલેન્જ#CB2#week2#dudhimuthiya#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
-
-
-
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#CB2Week-2 bottle gaurd dumplings Unnati Desai -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દૂધી ની છાલ અને ભાત ના મુઠીયા (Dudhi Chaal Rice Muthia Recipe In Gujarati)
#LO#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
More Recipes
ટિપ્પણીઓ (4)