મગસ (Magas Recipe In Gujarati)

Dimple prajapati
Dimple prajapati @Dimple_Dishes
Vadodara, Gujarat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ - મિનિટ
૫ - વ્યકિત
  1. ૨૫૦ ગ્રામ ચણાનો કકરો લોટ
  2. ૨૦૦ ગ્રામ ઘી
  3. ૨૦૦ ગ્રામ દળેલી ખાંડ
  4. ૨-૩ ચમચી પિસ્તા,બદામની કતરણ
  5. ૧.૧/૨ ચમચો - દૂધ

રાંધવાની સૂચનાઓ

૪૫ - મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચણાના લોટ ને એક વાસણ માં ચાળી લેવો ત્યારબાદ દૂધની અંદર બે-ત્રણ ચમચી ઓગાળેલું ઘી ઉમેરી ચણાના લોટ માં નાખી બરાબર મિક્સ કરવું.પછી ઘઉં ચાળવા ના ચાળણા થી ચાળી લેવું.

  2. 2

    હવે એક કડાઈ માં ઘી લઈ ગેસ ઉપર મધ્યમ તાપે મુકી ઘી ઓગળે એટલે તેમાં ચણાનો લોટ નાખી ધીમા તાપે શેકવો.

  3. 3

    લોટ ગોલ્ડન બ્રાઉન કલર નો થઈ જાય ત્યાં સુધી લોટ ને શેકવો. ત્યાર પછી ગેસ બંધ કરી તેમાં દળેલી ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરવું.

  4. 4

    ત્યારબાદ એક થાળી માં કે ટ્રે માં ઘી લગાવી તેમાં શેકેલા લોટ નું મિશ્રણ પાથરી દેવું. પછી ઉપર પિસ્તા-બદામ ની કતરણ ભભરાવવી અને હલકા હાથે તવેથા થી પ્રેસ કરવું.પછી ત્રણ-ચાર કલાક ઠંડુ થવા દેવું. ત્યારબાદ મનપસંદ આકારમાં પીસ કટ કરી લેવા. તો તૈયાર છે કણીદાર મગસ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dimple prajapati
Dimple prajapati @Dimple_Dishes
પર
Vadodara, Gujarat
Cooking is my hobby❣️
વધુ વાંચો

Similar Recipes