બ્લેક કરંટ ઓરેન્જ કેક (Black Current Orange Cake Recipe In Gujarati)

Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410

#CDY

૧૪ નવેમ્બર ચીલ્ડ્રન્સ ડે મારા માટે ખાસ છે☺️☺️
કારણકે આ દિવસે મારી મોટી દિકરી પૂજાનો જન્મ થયો હતો☺️☺️☺️
એ નાની હતી ત્યારે એને કેક બહુ જ ભાવતી. કેકને જોવે ને ખુશ થઈ જાય☺️
આજે એ કેનેડા છે. એને યાદ કરીને મેં આજે કેક બનાવી છે. અમે વિડીયો કોલ કરીને કેક કાપી અને એનો જન્મદિવસ ઊજવ્યો. એ બ્લેક કરંટ ઓરેન્જ કેકની રેસીપી મુકી રહ્યો છું.☺️
Happy Children’s Day💐💐💐💐☺️

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧/૨ કપદુધ
  2. ૧ ટી સ્પૂનવિનેગર
  3. ૧/૪ કપતેલ (અનફ્લેવર્ડ)
  4. ૧/૨ કપદળેલી ખાંડ
  5. ૧/૪ કપતાજા ઓરેન્જનો રસ
  6. ૧ કપમેંદો
  7. ૧ ટી સ્પૂનબેકિંગ પાઉડર
  8. ૧/૨ ટી સ્પૂનબેકિંગ સોડા
  9. ૧/૨ ટી સ્પૂનઓરેન્જ એસેન્સ
  10. ટીપા ઓરેન્જ જેલ કલર
  11. ૧/૪ કપબ્લેક કરંટ પલ્પ
  12. ૧/૪ કપખાંડ સીરપ
  13. ૧ કપવ્હીપ ક્રીમ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાટકામાં દુધ લઈ, તેમાં વિનેગર ઉમેરી તેને હલાવી ૧૦ મીનીટ ઢાંકીને મુકવું.
    પછી તેમાં તેલ, ઓરેન્જનો રસ તથા દળેલી ખાંડ ઉમેરી ખુબ સરસ રીતે તેને ફીણી લેવું.

  2. 2

    હવે તેમાં ચારણીથી ચાળી મેંદો, બેકિંગ પાઉડર, તથા બેકિંગ સોડા ઉમેરી મીક્ષ કરવું. તેમાં જેલ કલર ઉમેરી, જરૂર મુજબ દુધ ઉમેરી મિશ્રણ તેયાર કરવું. (નોંધ: મિશ્રણ વધારે પાતળું કે વધારે ઘટ્ટ ના હોવું જોઈએ.)

  3. 3

    હવે આ મિશ્રણને ગ્રીસ કરેલ ટીનમાં પાથરી, ૧૦ મીનીટ પ્રીહીટ કરેલ કઢાઈમાં ૪૦ મીનીટ ગેસ પર ધીમી આંચ પર કઢાઈને ઢાંકીને થવા દેવું. પછી ટૂથપીક કે ચપ્પાથી ચેક કરવું. જો તે ચોખ્ખી નીકળે તો કેક થઈ ગઈ છે.

  4. 4

    કેક થઈ ગયી હોય તો ગેસ બંધ કરી દેવો. કેક ટીનને ૧૫ મીનીટ ઠંડું થવા દેવું. પછી કેકટીનમાંથી કેકને બહાર કાઢી લેવી.

  5. 5

    કેકને ચપ્પાની મદદથી ૨ લેયરમાં કાપી લેવી. હવે કેકબોર્ડ પર કેકનું પહેલું લેયર મુકી તેના પર ખાંડ સીરપ લગાવી, તેના પર વ્હીપ ક્રીમ લગાવી તેના પર બ્લેક કરંટ પલ્પ લગાવવું. ત્યારબાદ તેના પર બીજું લેયર મુકી, તેના પર ખાંડ સીરપ અને વ્હીપ ક્રીમ લગાવી, આખી કેકને વ્હીપ ક્રીમથી કવર કરી લેવી. હવે કેક પર તમારી પસંદ મુજબ ડેકોરેશન કરવું.

  6. 6

    આપણી એકદમ સ્વાદિષ્ટ અને સ્પોન્જી બ્લેક કરંટ ઓરેન્જ કેક તૈયાર છે.😋😋😋😋👌👌☺️☺️

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410
પર

Similar Recipes