બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)

Jyotsana Prajapati
Jyotsana Prajapati @j_8181
શેર કરો

ઘટકો

  1. 1 પેકેટ બ્રેડ
  2. 1વાટકો ચણાનો લોટ
  3. 300 ગ્રામબટાકા બાફેલા
  4. 1 વાટકીબાફેલા વટાણા
  5. 2સમારેલી ડુંગળી
  6. 1ટમેટું ઝીણું સમારેલું
  7. ૩ ચમચીતેલ
  8. લીમડો
  9. 1/2 ચમચીહિંગ
  10. 1 ચમચીલીલા મરચાંની કટકી
  11. 1 ચમચીઆદુ
  12. 1/2 ચમચીહળદર
  13. 1 ચમચીલાલ મરચું પાઉડર
  14. 1/2 ચમચીગરમ મસાલો
  15. સ્વાદ પ્રમાણેમીઠું
  16. 1 ચમચીખાંડ
  17. 3/4 ચમચીલીંબુનો રસ
  18. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા બટેટાનો માવો કરી લો. ઉપર મુજબ બધા મસાલા તૈયાર કરી લો.

  2. 2

    હવે એક લોયામાં તેલ ગરમ કરી પછી તેમાં હિંગ અને લીમડો ઉમેરી હવે તેમાં સમારેલી ડુંગળી નાખી બે-ત્રણ મિનિટ સુધી ચડવા દો. પછી તેમાં ટામેટાં તેમજ ઉપર મુજબના બધા મસાલા તેમજ ખાંડ લીંબુ અને મીઠું ઉમેરી દો અને બરાબર મિક્સ કરી લો.

  3. 3

    પછી તેમાં બટેટાનો માવો અને વટાણા ઉમેરી વધુ બરાબર મિક્સ કરી લો. તૈયાર છે પકોડા નો મસાલો.

  4. 4

    હવે બ્રેડના એક ભાગ પર મસાલો લગાવી દો પછી ઉપરથી બીજી બ્રેડ રાખી દો.

  5. 5

    હવે એક બાઉલમાં ચણાનો લોટ લો પછી તેમાં જરૂર મુજબ મીઠું અને પાણી ઉમેરી પકોડા માટેનું બેટર તૈયાર કરો. પછી તૈયાર કરેલા બેટરમાં બ્રેડ નું કટિંગ કરી લો.

  6. 6

    હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય પછી તેમાં પકોડાને મને બાજુ બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. પછી પ્લેટમાં કાઢી લો તૈયાર છે બ્રેડ પકોડા.

  7. 7

    હવે પકોડા ને ચટણી સાથે સર્વ કરો

  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jyotsana Prajapati
પર

Similar Recipes